૫તંગની દોરી બની જીવલેણ : અમદાવાદના યુવાનનું ગળુ કપાઇ જતા કરૂણ મોત

|

Dec 31, 2018 | 6:32 AM

ઉત્તરાયણને આડે હજી પંદર દિવસનો સમય બાકી છે ત્યાં અમદાવાદમાં જીવલેણ ચાઈનીઝ દોરીથી બે યુવકના ગળા કપાઈ ગયા છે. વટવામાં રહેતા યુવક મેહુલસિંહ ડાભીનું હાટકેશ્વર બ્રિજ પર દોરીથી ગળુ કપાતા મોત નિપજ્યું.  22 વર્ષીય યુવક ઓફિસના કામથી અન્ય યુવકનું એક્ટિવા લઈને સીટીએમ જવા નિકળ્યો હતો ત્યારે હાટકેશ્વર બ્રિજથી ઉતરતી વેળા ઓચિંતી જ ગળામાં દોરી આવી અને આંખના […]

૫તંગની દોરી બની જીવલેણ : અમદાવાદના યુવાનનું ગળુ કપાઇ જતા કરૂણ મોત
Kite manja kills a youth

Follow us on

ઉત્તરાયણને આડે હજી પંદર દિવસનો સમય બાકી છે ત્યાં અમદાવાદમાં જીવલેણ ચાઈનીઝ દોરીથી બે યુવકના ગળા કપાઈ ગયા છે. વટવામાં રહેતા યુવક મેહુલસિંહ ડાભીનું હાટકેશ્વર બ્રિજ પર દોરીથી ગળુ કપાતા મોત નિપજ્યું.  22 વર્ષીય યુવક ઓફિસના કામથી અન્ય યુવકનું એક્ટિવા લઈને સીટીએમ જવા નિકળ્યો હતો ત્યારે હાટકેશ્વર બ્રિજથી ઉતરતી વેળા ઓચિંતી જ ગળામાં દોરી આવી અને આંખના પલકારામાં જ છરી ફરી વળી હોય તેમ ગળુ કપાઈ ગયું. યુવક ફસડાઈને નીચે પડ્યો. આ સમયે પસાર થતા રિક્ષાચાલકે યુવકને હોસ્પિટલ ખસેડ્યો પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મૃત્યુ નીપજ્યું. મૃત યુવક ઓફિસ બોય તરીકે નોકરી કરતો હતો. તેની આવક પર જ ઘરના ચાર સભ્યોનું ગુજરાન ચાલતુ હતું.

(મૃતક : મેહુલસિંહ ડાભી)

બીજી ઘટનામાં ઈસનપુરના 30 વર્ષીય યુવક જયેશ પટેલને ચંડોળા જવાના રસ્તે લોટસ સ્કૂલ પાસે પતંગની દોરીથી ગળુ કપાયું,દોરીથી બચવા જયેશે બ્રેક મારી તો પિતા-પુત્ર બંને નીચે પટકાયા. જયેશને ગળા અને નાકના ભાગે દોરીના ઘસરકા પડ્યા છે જો કે મણિનગરની એલ.જી.હોસ્પિટલમાં ઝડપથી સારવાર મળતા તેઓ બચી ગયા.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

આવી જ એક ઘટના એસ.જી.હાઈ-વે પર આવેલ સોલા ઓવરબ્રિજ પર બની. ગાંધીનગરના સેક્ટર-3માં રહેતો 29 વર્ષીય અંકીત ખરાડી સાયન્ટિફિક આસિસ્ટન્ટની ભરતી પરીક્ષા આપવા જઈ રહ્યો હતો ત્યારે બ્રિજ ઉતરતા જ દોરી વાગતા ગળુ કપાઈ ગયું. અંકિત ખરાડી લોહી નિકળતી હાલતમાં જ હેબતપુર ટ્રાફિક પોલીસ ચોકીએ પહોંચ્યો. જ્યાં ફરજ પરના ટ્રાફિક કર્મચારીએ અંકિતને નજીકની ખાનગી હોસ્પિટલે લઈ ગયા. અંકિતને સમયસર સારવાર મળતા તેનો જીવ બચી ગયો.

[yop_poll id=403]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article