આજથી દેશભરમાં ૧૫-૧૮ વર્ષના બાળકોના રસીકરણ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. ગુજરાતમાં પણ કેન્દ્ર સરકારની સૂચના અનુસાર 3જી જાન્યુઆરીથી બાળકોનું રસીકરણ શરૂ કરી દેવામાં આવશે. આ માટે રાજ્યના આરોગ્ય તેમજ વહીવટી તંત્ર દ્વારા બધી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું. બાળકોને Covaxin રસી મુકવામાં આવશે. ત્યારે ગુજરાત પાસે હાલમાં 35 લાખ રસીનો જથ્થો ઉપલબ્ધ છે અને બીજો જથ્થો ટૂંક સમયમાં આવશે. Covaxinના એક વાયલમાં ૨૦ જેટલા ડોઝ આવે છે. ત્યારે બધા પ્રયાસો કરાશે જેથી રસીનો મીનીમમ બગાડ થાય.
રાજ્યમાં આશરે ૩૫થી ૩૬ લાખ બાળકોને રસી આપવામાં આવશે. તે માટે તારીખ ૩-૯ જાન્યુઆરી વચ્ચે રસીકરણની કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે. ૭મી જાન્યુઆરીએ એક મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવશે. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હાજરી આપી શકે છે.
ઓનલાઈનની સાથે ત્રીજી તારીખથી ઓન સાઈટ રજીસ્ટ્રેશન દ્વારા પણ બાળકોને રસી આપવામાં આવશે. ઓન સાઈટ રજીસ્ટ્રેશન આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ શાળાનું આઈડી કાર્ડ જેવા ઓળખ પત્રોનો ઉપયોગ કરાશે. જો કોઈ ઓળખ પત્ર ન હોય તો પરિવારમાંથી કોઈનો મોબાઈલ નંબરનો ઉપયોગ થઈ શકશે. અને તે પણ ન ઉપલબ્ધ ન હોય તો શાળાના શિક્ષક કે આચાર્ય પોતાના મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેશન કરાવી શકશે. રાજ્યના તમામ બાળકોને રસીનો ડોઝ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
દરેક જિલ્લાની શાળાઓમાં રસીકરણ માટે અલાયદા વ્યવસ્થા કરવામાં આવી છે. અને જે બાળકો ડ્રોપ આઉટ હોય કે શાળા ન જતા હોય તેમના માટે પણ અલગ સેન્ટર ઉભા કરવામાં આવશે. રાજ્યના DDO, TDO, જિલ્લા કલેકટર અને વહીવટી તંત્રના વિવિધ અધિકારીઓ સાથે આ બાબતે વિડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરવામાં આવી. બાળકો સંક્રમિત થઈ કોવિડના કેરિયર ન બને તે માટે તેમને ઝડપથી રસી આપવામાં આવશે.
વધુમાં તારીખ 10 જાન્યુઆરીથી રાજ્યના 60 વર્ષ થી ઉપરના કો-મોરબિડ વ્યક્તિઓને બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. આવા વયસ્કોની સંખ્યા રાજ્યમાં ૧૩ થી ૧૪ લાખ છે. સાથે સાથે હેલ્થ-કેર વર્કર્સ, ફ્રન્ટ લાઈન વર્કર્સને પણ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. રાજ્યમાં પહેલા અને બીજા ડોઝ ના જે એરિયર્સ બાકી છે તેને પૂર્ણ કરવાની કામગીરી પણ શરૂ રહેશે.
આ પણ વાંચો : VADODARA : જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 15 થી 18 વર્ષના 69 હજાર કિશોરોના રસીકરણ માટે 203 કેન્દ્રો તૈયાર
આ પણ વાંચો : વૈષ્ણોદેવી મંદિર ઘટના: તમામ મૃતકોની થઈ ઓળખ, 11 લોકોના મૃતદેહ સ્વજનોને સોંપાયા, બે કરાયા એરલિફ્ટ