ભાષણ નહીં, સીધું કામ! સેવાસેતુ કાર્યક્રમના પ્રારભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રવચન આપ્યા વગર પહોંચી ગયા જનતા વચ્ચે

|

Oct 22, 2021 | 10:57 AM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સેવાસેતુના સાતમા ચરણનો પ્રારંભ કરાવ્યો હતો. આ દરમિયાન તેઓએ કોઈ પ્રણ પ્રવચન આપ્યા વગર નવીન પરંપરા શરુ કરાવી છે.

ભાષણ નહીં, સીધું કામ! સેવાસેતુ કાર્યક્રમના પ્રારભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રવચન આપ્યા વગર પહોંચી ગયા જનતા વચ્ચે
Chief Minister Bhupendra Patel inaugurated the seventh phase of the Sevasetu program

Follow us on

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી સેવાસેતુના સાતમા ચરણનો પ્રારંભ કરાવ્યો હતો. અમદાવાદ જિલ્લાના સાણંદના મણિપુર ગામે આ કાર્યક્રમનો CM એ કરાવ્યો હતો. રાજ્યના પ્રજાજનોને મળવા પાત્ર લાભ સહાય ઘર આંગણે મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમ ફરી શરુ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમનો સાતમો તબ્બકો પાંચમી જાન્યુઆરી 2022 સુધી રાજ્યમાં અલગ અલગ જગ્યાએ યોજાશે. આ દરમિયાન 2500 જેટલા સેવા સેતુ કાર્યક્રમ યોજાશે, જેમાં સરકારના વિવિધ વિભાગોની 56 જેટલી સેવાઓનો લાભ ઘર આંગણે જ જનતાને કરાવાશે.

મુખ્યમંત્રી એ સેવા સેતુના આ વખતના સાતમા ચરણના આરંભે એક નવતર પરંપરા ઊભી કરી છે. જેમાં CM એ સતેજ પરથી પ્રતિક રૂપે લાભ સહાય વિતરણ કર્યું હતું, અને કોઈ જ પ્રવચન રાખ્યા સિવાય સીધા જ સેવા સેતુના લાભાર્થીઓ અને અધિકારીઓ વચ્ચે પહોંચી ગયા હતા. ત્યાં પ્રત્યક્ષ સંવાદ અને વાર્તાલાપ કરી લાભાર્થીઓની વિગતો મુખ્યમંત્રીએ જાણી હતી.

જણાવી દઈએ કે વિજય રૂપાણીના કાર્યકાળ દરમિયાન શરુ કરાયેલ આ કાર્યક્રમનું સાતમું ચરણ શરુ કરવામાં આવ્યું છે. CM ના નિર્ણય અનુસાર રાજ્યમાં 22 ઓકટોબર 2021 થી 5 જાન્યુઆરી 2022 સુધીમાં અલગ અલગ જગ્યાઓ પર 2500 સેવાસેતુ કાર્યક્રમો યોજાશે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર સેવાસેતુ કાર્યક્રમના સાતમા તબક્કામાં દર અઠવાડિયે બે દિવસ એટલે કે શુક્ર અને શનિવારે સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી સેવાસેતુનું આયોજન કરાશે. આ કાર્યક્રમોમાં સરકારના જુદા જુદા 13 વિભાગોની 56 જેટલી સેવાઓ સ્થળમાં યોજવામાં આવેલા કેમ્પમાં જ પૂરી પાડવામાં આવશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સેવાસેતુ કાર્યક્રમ સ્થળે રાજ્ય સરકાર નોટરી, ઝેરોક્ષ, કોમ્પ્યુટર્સ, પ્રિન્ટર્સ, ફોટોગ્રાફી જેવી જરૂરી સુવિધાઓ મળી શકે તેવી વ્યવસ્થાઓ ગોઠવશે. સાથે જ સિનીયર સિટીઝન્સ અને દિવ્યાંગ યોગ્ય વ્યવસ્થા કરાશે.

તમને જણાવી દઈએ કે રાજ્યમાં અત્યાર સુધીમાં સેવાસેતુના 6 સફળ તબક્કાઓનું આયોજન કરવામાં આવ્યું છે. વિજય રૂપાણીના કાર્યકાળ દરમિયાન આ આયોજનથી 2.30 કરોડ લોકોને ઘર આંગણે વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. હવે સાતમાં તબક્કે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, ત્યારે આશા છે કે પ્રજાના પ્રશ્નોનું નિરાકણ આવશે.

 

આ પણ વાંચો: Vadodara: લીલોડ ગામમાંથી 7 દિવસના બાળકનું અપહરણ, ઘરમાંથી રાત્રે બે વાગ્યે કોઈ બાળકને ઉઠાવી ગયાની ચર્ચા

આ પણ વાંચો: Rajkot: વેપારીઓનું 7 કરોડનું સોનું લઈને રફુચક્કર થઈ ગયો હતો બોબી, ખાનગી તપાસથી જ પોલીસે દબોચી પાડ્યો

Published On - 10:51 am, Fri, 22 October 21

Next Article