મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સંવેદના, ખંભાતના પરિવારને નડેલા અકસ્માતના મૃતકોને રૂપિયા 4 લાખની સહાયની જાહેરાત

|

Nov 29, 2021 | 6:00 PM

આ દર્દનાક ઘટનાથી મૃત્યુ પામેલા પરિવાર અને અનાથ-નિરાધાર બની ગયેલા બે બાળકોની પડખે આ વિપદામાં ઉભા રહી રાજ્ય સરકાર તરફથી સહાય કરવા ખંભાતના ધારાસભ્ય મયુરભાઇ રાવલે મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સંવેદના, ખંભાતના પરિવારને નડેલા અકસ્માતના મૃતકોને રૂપિયા 4 લાખની સહાયની જાહેરાત
સીએમ ભૂપેન્દ્ર પટેલ

Follow us on

ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ કરી જુનાગઢથી પરત ફરી રહેલા ખંભાતના પરિવારને નડેલા માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓને રૂ. ૪ લાખની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વંચિત પીડિત, દરિદ્રનારાયણ પ્રત્યેની પોતાની આગવી સહાનુભૂતિ સંવેદના ખંભાતના ભીલ આદિવાસી પરિવારને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી સહાય આપીને પ્રગટ કરી છે.ખંભાતનો આ પરિવાર તાજેતરમાં ગીરનારની લીલી પરિક્રમા કરી પરત ફરી રહ્યો હતો ત્યારે વટામણ ચોકડી પાસે તેમના થયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના ચાર વ્યક્તિઓના દુ:ખદ નિધન થયા હતા. આ ઉપરાંત તેમની સાથેના અન્ય એક વ્યક્તિનું પણ મૃત્યું નિપજ્યું હતું.

આ દર્દનાક ઘટનાથી મૃત્યુ પામેલા પરિવાર અને અનાથ-નિરાધાર બની ગયેલા બે બાળકોની પડખે આ વિપદામાં ઉભા રહી રાજ્ય સરકાર તરફથી સહાય કરવા ખંભાતના ધારાસભ્ય મયુરભાઇ રાવલે મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે સહાનુભૂતિ અને સંવેદના દર્શાવતા આ ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલા પ્રત્યેક મૃતકોના વારસદારને રૂ. ૪ લાખની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી તાત્કાલિક આપવાનો નિર્ણય કર્યો છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

આ પણ વાંચો : Surat : વિન્ટર સીઝનમાં યુરોપિયન દેશોમાં કોલસાની માગમાં વધારો, ભાવમાં 7 થી 8 ટકાનો વધારો થતા પ્રોસેસર્સની હાલત કફોડી

આ પણ વાંચો : Vibrant Gujarat Summit 2022 : ગુજરાતે સમિટ પૂર્વે જ 14,000 હજાર કરોડના સુચિત રોકાણોના MOU કર્યા

Next Article