Gujarat Video: નસવાડીમાં વાવાઝોડાને કારણે નુકસાન, પ્લાસ્ટિકના શેડ અને ખાટલા હવામાં ઉડ્યા, જુઓ

|

Jun 04, 2023 | 8:17 PM

Rain in Chhotaudepur: છોટા ઉદેપુર ઉપરાંત, પંચમહાલ અને વડોદરા સહિતના આસપાસના વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદ ગાજ વીજ સાથે તૂટી પડ્યો હતો. જોકે વરસાદ સાથે ફૂંકાયેલા ભારે પવને વધારે અસર પહોંચાડી હતી.

 

 

છોટા ઉદેપુર વિસ્તારમાં વરસાદ ભારે પવન સાથે વરસ્યો હતો. ભારે પવન ફુંકાવાને લઈ વિસ્તારમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. તો વળી અનેક ઠેકાણે નુક્શાનીના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા. છોટા ઉદેપુરના નસવાડી વિસ્તારમાં વાવાઝોડાની અસરને લઈ પ્લાસ્ટિકના શેડ હવામાં ઉડ્યા હતા. વિસ્તારમાં ભારે પવને ખૂબ જ નુક્શાન પહોંચાડ્યુ હતુ. ભારે પવનને લઈ નસવાડીના હાટ બજારમાં પણ નુક્શાન પહોચ્યુ હતુ. ભારે પવનને લઈ હાટ બજારમાં નાસભાગ મચી ગઈ હતી. હાટ બજારમાં પ્લાસ્ટિક સાથે બાંધેલા ખાટલા પણ હવામાં રમકડાંની જેમ જ હવામાં ઉડવા લાગ્યા હતા.

દ્રશ્યો જોઈ શકાય છે, કે જેમાં ખાટલા પણ હવામાં ઉડવા લાગ્યા હતા. લોકોએ ભારે પવન દરમિયાન કોઈ નુક્શાની ના પહોંચે એ માટે થઈને સુરક્ષિત સ્થળે પહોંચવા માટે નાસભાગ મચાવી હતી. જોકે આ દરમિયાન હાટબજારની સ્થિતી વાવાઝોડાને લઈ ખેદાન મેદાન જેવી થઈ ગઈ હતી. છોટા ઉદેપુર ઉપરાંત, પંચમહાલ અને વડોદરા સહિતના આસપાસના વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદ ગાજ વીજ સાથે તૂટી પડ્યો હતો. જોકે વરસાદ સાથે ફૂંકાયેલા ભારે પવને વધારે અસર પહોંચાડી હતી.

 

આ પણ વાંચોઃ Gujarat Video: પાવાગઢમાં વરસતા વરસાદ વચ્ચે ભક્તોનુ ઘોડાપુર, 1 લાખ કરતા વધારે દર્શનાર્થીઓ પહોંચ્યા

છોટા ઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 8:13 pm, Sun, 4 June 23

Next Video