છોટાઉદેપુર (Chhotaudepur)જિલ્લામાં અતિ કીમતી કહી શકાય તેવો ખનીજનો ભંડાર કુદરતે આપ્યો છે. પરંતુ ખનીજ માફિયાઓ (Mineral mafia)જે રીતે બેફામ ખનન કરી રહ્યા છે તે જોતાં લાગી રહ્યું છે કે આવનારા સમયમાં અતિ કીમતી ખનીજનું નામો નિશાન નહીં રહે.
છોટાઉદેપુર જિલ્લામાં સાત જેટલી અલગ અલગ ખાણો આવેલ છે. ડોલોમાઈટની 67 , માર્બલની 1 ગ્રેનાઇટની 5॰ બ્લેક ટ્રેપની 9 ગ્રેવલ ની 2 ઓર્ડિનરી સેન્ડની 313 લીજો આવેલ છે. જેમાં ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદીની રેતી કે જે સફેદ સોનું ગણાય છે. તે રેતીમાં સિલિકોન નામનું એક તત્વ રહેલ છે. જેની ગુણવત્તાને લઈ પૂરા દેશમાં તેની માંગ ઉઠી છે. દિવસ અને રાત રેત માફિયાઓ દ્વારા સતત રેતીનું ખનન થઈ રહ્યું છે. જેન લઈ નદીમાં રેતીથી ભરેલ તટ ખાલી થઈ રહ્યો છે. પણ તેની પર રોક લગાવવામાં નથી આવી રહી.
મધ્ય પ્રદેશના ભાભરાથી નીકળી ગુજરાતના ચણોદ નજીકથી પસાર થતી નર્મદા નદીમાં ઓરસંગ નદી ભળે છે. છોટાઉદેપુરથી ચણોદ સુધીનો લગભગ 100 કિમીનો પટ છે. આ ઓરસંગ નદીની રેતી જે રીતે રેતી ઉલેચાઇ રહી છે તે એક ગંભીર બાબત લોકો ગણાવી રહ્યા છે. છોટાઉદેપુર નજીકથી પસાર થતી ઓરસંગ નદીનો પટ હવે ખાલી થવાના આરે આવીને ઉભો છે. છોટાઉદેપુરના એક વિસ્તારમાં તો ફક્ત રેતીની જગ્યાએ બસ હવે પથ્થરો જ રહી ગયા છે . જ્યાં રેતીનું નામો નિશાન નથી રહ્યું.
છોટાઉદેપુર વિસ્તારની ભૌગોલિક સ્થિતીની જો વાત કરીએ તો ચોમાસા બાદ પાણીના સ્તર નીચે જતાં રહેતા હોય છે . વર્ષો પહેલા ઓરસંગ નદીમાં રેતીનો ભરાવો રહેતો હતો. ત્યારે પાણીના જળસ્તર જળવાઈ રહેતા હતા. હવે જ્યારે રેતી જ નથી રહી ત્યારે પાણી માટેની મુશ્કેલી ઊભી થઈ રહી છે. જેને લઈ છોટાઉદેપુર નગર પાલિકા દ્વારા જળસ્તર ટકી રહે તે માટે નિર્થક કહી શકાય તેવા પ્રયાસો હાથ ધરાયા છે. નગર નજીક પસાર થતી ઓરસંગ નદીના પટમાં આડ ડેમ અઢી કરોડના ખર્ચે હાલમાં બનાવવામાં આવ્યો. પણ તેમાં પણ આજે પથ્થરો જોવાઈ રહ્યા છે. નગર પાલિકાના સભ્ય પણ જણાવી રહ્યા છે કે વારંવાર તંત્રમાં રેતી ખનન પર રોક લગાવવામાં આવે તેવી રજૂઆતો સરકારમાં કરી છે.
પાવીજેતપુર તાલુકામાંથી પસાર થતી ઓરસંગ નદીમાં એક સમયે રેતીના પટમાં તરબૂચ , શક્કરટેટી , કાકડી , કારેલાં જેવી ખેતી કરવામાં આવતી હતી. પણ આજે એ સ્થિતી થઈ છે કે જે જગ્યાએ આ ખેતી કરવામાં આવતી હતી. તે જગ્યાએ ખાણ માફિયાઓ દ્વારા ઊંડા ઊંડા ખાડા કરી દીધા છે. જે રીતે ખેતી થતી હતી. તેને લઈ પંચાયતને એક આવક મળતી હતી. હવે ખાણ ખનિજ વિભાગમાં રોયલ્ટી રેતી ઉલેચનારા આપી રહ્યા છે. તો બીજી બાજુ પંચાયતમાં રેતી કંકણની ગ્રાન્ટ મળતી હોય ગ્રામ પંચાયતના સરપંચ કંઇ બોલવા તૈયાર નથી. ખાણ ખનીજ દ્વારા માહિતી લેવામાં આવી. જેમાં ત્રણ વર્ષમાં છોટાઉદેપુર જિલ્લામાં માઇનોર મિનિરલના જે છ સ્ત્રોત છે તેમાંથી 90 કરોડની રોયલ્ટી ખાણ ખનીજને મળી હોવાની જાણકારી મળી. જેમાં સૌથી વધુ ઓરસંગ નદીની રેતીની આવક હોવાનું જાણવા મળ્યું. જોકે અધિકારી કેમેરા સામે કોઈ વિગત આપવા તૈયાર નથી.
આ પણ વાંચો : ડીઝલની કિંમતમાં 25 રૂપિયાનો વધારો, મુંબઇમાં 122 રૂપિયા પહોંચ્યો ભાવ
આ પણ વાંચો: Viral: બિલાડીના ડરથી દિવાલ પર લટકી રહ્યો ઉંદર, લોકોએ કહ્યું ‘રિયલ લાઈફ ટોમ એન્ડ જેરી’