Chotaudepur : ઓરસંગ નદીમાં થતા બેફામ રેતી ખનનથી નદી 20 ફુટ ઊંડી થઈ, જળસ્તર પણ ગયા નીચે, ઉદ્યોગપતિઓએ MLA-MPને કરી રજૂઆત

|

Mar 08, 2023 | 11:27 AM

ઓરસંગ નદીની રેતીની ગુણવત્તાને લઈ બોડેલી ખાતે મોટા પ્રમાણમા સિમેન્ટના પાઇપો બનાવવાની ફેક્ટરી આવેલી છે. પ્રતિષ્ઠિત એવા આ ઉદ્યોગની પ્રગતિ પણ ઓરસંગ નદીના કારણે જ શક્ય બની છે.

Chotaudepur : ઓરસંગ નદીમાં થતા બેફામ રેતી ખનનથી નદી 20 ફુટ ઊંડી થઈ, જળસ્તર પણ ગયા નીચે, ઉદ્યોગપતિઓએ MLA-MPને કરી રજૂઆત

Follow us on

છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદીમાં બેફામ ખનનના કારણે નદીની દુર્દશા જોવા મળી રહી છે. ઓરસંગ નદીનું સફેદ સોનું ગણાતી રેતીમાં સિલિકોન નામના તત્વને લઈ રેતીને ખાસ ગુણવત્તાવાળી ગણવામાં આવે છે. રેતીની આ ગુણવત્તાના કારણે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં તેની માગ છે.

સરકારે અહીં રોયલ્ટીના માધ્યમથી રેતી કાઢવા માટે મંજૂરી આપી છે. પરંતુ અહીં કાયદેસર અને ગેરકાયદેસર થતા રેતી ખનનથી નદીને ભારે નુકસાન થઇ રહ્યું છે. આ સાથે આજે નદી લગભગ 20 ફૂટ ઉડીં થઈ જતા જળસ્તર નીચે જતા રહ્યા છે. જેને લઇ આસપાસના ખેતરોમાં આવેલ કુવા અને બોર નિષ્ફળ ગયા છે.

આ પણ વાંચો : Gujarati Video : છોટાઉદેપુરના કવાંટમાં લારી-ગલ્લા હટાવાની કામગીરીથી સ્થાનિકોમાં ભારે આક્રોશ, Videoમાં જોવા મળ્યો વિરોધ

બોલિવુડની અભિનેત્રી કૃતિ સેનન સાથે કથિત બોયફ્રેન્ડ કોણ? પૂલમાં થયા રોમેન્ટિક, પ્રાઈવેટ ફોટો થયા લિક
ઇન્ટરનેટ વગર પણ કરી શકો છો UPI પેમેન્ટ, જાણો સરળ ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 16-01-2025
ભારતીય સેનામાં કેટલી મહિલાઓ છે?
આ IAS ના ખભા પર છે મહાકુંભ 2025 ની જવાબદારી, જાણો કોણ છે વિજય આનંદ ?
રણજી ટ્રોફીમાં રિષભ પંત અને વિરાટ કોહલીમાંથી કોનો રેકોર્ડ વધુ સારો છે?

ઓરસંગ નદીની રેતીની ગુણવત્તાને લઈ બોડેલી ખાતે મોટા પ્રમાણમા સિમેન્ટના પાઇપો બનાવવાની ફેક્ટરી આવેલી છે. પ્રતિષ્ઠિત એવા આ ઉદ્યોગની પ્રગતિ પણ ઓરસંગ નદીના કારણે જ શક્ય બની છે. ત્યારે ઓરસંગમાં થતા બેફામ રેતી ખનનથી કેટલાક ઉદ્યોગપતિઓ પણ ચિંતિત જોવા મળી રહ્યા છે અને તેમને આ મામલે ધારાસભ્યો અને સાંસદોને રજૂઆત કરી છે.

એકવાડેકટના પાયા ફરતે બનાવેલી પ્રોટેક્શન વોલ ધોવાઈ

સરકારને રોયલ્ટીની આવક તો થઈ રહી છે પણ સામે સરકારી મિલકતોને નુકશાન થતુ હોવાનો રાજ્યસભાના સાંસદ નારણ રાઠવા જણાવ્યું છે. તેમને જણાવ્યા અનુસાર છોટાઉદેપુરથી વડોદરા જતા રેલવે માર્ગના પુલ પર સમારકામનો કરોડોના ખર્ચે કરવામા આવ્યો છે. નર્મદાની મુખ્ય કેનાલ જે ઓરસંગ નદી ઉપરથી પસાર થાય છે તે એકવાડેકટના પાયા ખુલ્લા થયા હોવાથી લગભગ 20 કરોડના ખર્ચે તેના પાયાની આસપાસ પ્રોટેક્શન વોલ બનાવવામા આવી હતી.

જોકે ગયા વર્ષે જે ભારે વરસાદ થયો તેને લઈ પ્રોટેક્શન વોલનું ધોવાણ થયું હતું હવે ફરી લગભગ એકવાડેક્ટની પાયા બચાવવા હવે કરોડના ખર્ચે ફરી આડ દીવાલ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. ઓરસંગ નદી પર આવેલા કેટલાક બ્રિજ નજીક પણ રેતીનું ખનન થતાં નદીનો પટ ઊંડો થયો છે. સાથે સાથે પુલના પાયા પણ ખુલ્લા થઈ ગયા હતા.

ઓરસંગ નદીમાં બેફામ રેતી ખનન પર રોક નહીં લગાવવામાં આવે તો પર્યાવરણને તો નુકશાન થશે જ સાથે સાથે નદીની સુંદરતાને પણ નુકસાન પોંહચશે. જોકે લોકોમાં હવે જાગૃતિ આવી છે અને ઓરસંગ બચાવોના નારા સાથે કેટલાક લોકો હવે રેતી ખનનનો વિરોધ કરી રહ્યા છે.

Next Article