Chhotaudepur: બોડેલીના પાણેજ ગામનું કોઈ ઘર એવું નથી જેમાં માથાડૂબ પાણી ફરી વળ્યાં ન હોય

|

Jul 13, 2022 | 1:07 PM

વરસાદી તીવ્રતા એટલી હતી કે થોડા કલાકોમાં જ આખો ગામ પાણી પાણી થઈ ગયું. લોકો માલસામાન બચાવવા મથામણ કરવા લાગ્યા પણ બધું નિરર્થક રહ્યું હતું.

Chhotaudepur: બોડેલીના પાણેજ ગામનું કોઈ ઘર એવું નથી જેમાં માથાડૂબ પાણી ફરી વળ્યાં ન હોય
Panej village

Follow us on

10 જુલાઈ 2022 રવિવારનો દિવસે સૌ કોઈ લોકો સામાન્ય દિવસ તરીકે પોતાનું જીવન વિતાવી રહ્યા હતા ત્યારે ગુજરાત રાજ્યના આદિવાસી વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતા છોટાઉદેપુર (Chhotaudepur) જિલ્લા માટે કંઈક નવું જ બની રહ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી (Bodeli) તેની આસપાસ આવેલા નાના ગામોના લોકોએ વિચાર્યું નહીં હોય કે તેઓ આજના દિવસે કંઈક નવું અને ભયાનક મંજર જોવાના છે. અષાઢ માસના આ દિવસોમાં વહેલી સવારથી જ અષાઢી અને કાળા ડિબાગ વાદળો બોડેલી અને તેના આસપાસના ગામને જાણે કે ચારે તરફથી ઘેરી લીધા હતા અને સવારથી જ મેઘરાજા (Rain) મન મૂકીને વરસી રહ્યા હતા. શરૂઆતથી વરસાદથી ગામ લોકોમાં આનંદનો માહોલ હતો પરંતુ થોડા કલાકોના વરસાદે ગામ લોકોની ચિંતામાં વધારો શરૂ કર્યો. બોડેલી તાલુકાનું પાણેજ ગામ કે જ્યાં 300 ઘરમાં અંદાજે 1200 થી વધુ લોકો વસવાટ કરે છે. સામાન્ય દિવસોની જેમ અહીંના લોકો સવારથી જ પોતાના ખેતરોમાં કાર્ય કરી રહ્યા હતા ત્યારે સતત વરસી રહેલા વરસાદે આ ગામમાં આફતરૂપી વરસાદ તરીકે વરસીને મુશ્કેલી સર્જવાનું શરૂ કર્યું. વરસાદી તીવ્રતા એટલી હતી કે થોડા કલાકોમાં જ આખો ગામ પાણી પાણી થઈ ગયું. સતત વધી રહેલું જળસ્તર ગામ લોકો તો ખરી પરંતુ તંત્રની ચિંતામાં પણ વધારો કરી રહ્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લામાં તો રાહત બચાવ કાર્ય માટે SDRF અને NDRF ની ટીમ તંત્ર દ્વારા મોકલવામાં આવી હતી,પરંતુ પાણેજ ગામમાં આવી કોઈ જ સુવિધા ઉપલબ્ધ ન હતી.

પાણેજ ગામમાં વરસાદ એટલો વરસ્યો કે તમામ લોકોના ઘરમાં પણ હવે પાણી પ્રવેશવાના શરૂ થઈ ગયા હતા. ગામની મધ્યમાં આવેલું એક ઘર કે જ્યાં અંદાજે 65 વર્ષે દરિયા બેન વર્ષોથી વસવાટ કરી રહ્યા હતા. એક જ રૂમની ચાર દીવાલ અને આજ રૂમમાં રહેવાનું તથા રસોડું તેમનું રોજિંદુ જીવન હતું. ઘરમાં પ્રવેશવાનો એકમાત્ર રસ્તો જ હતો. સતત વરસી રહેલા વરસાદે હવે આફત શરૂ કરી અને વરસાદી પાણી ધીરે ધીરે ઘરમાં પ્રવેશવાના શરૂ કર્યા. ઉંમરના હિસાબે વધુ ચાલી ફરી ન શકતા દરિયા બેન ઘરમાં જળસ્તર વધતા પહેલા બાજુમાં રહેલા ખાટલા પર બેઠા પરંતુ સતત ઘરમાં આવેલું વરસાદી પાણી ખાટલાને પણ તેની અંદર સમાવી ચૂક્યું હતું ત્યારે વધુ ચાલી ફરી ન શકતા દરિયા બેન તે જ રૂમમાં આવેલા રસોડાના પ્લેટફોર્મ પર ચઢીને બેઠા હતા. તેમણે વિચાર્યું હતું કે ઊંચાઈ પર આવેલું રસોડાનું પ્લેટફોર્મ તેમને સુરક્ષિત રાખશે પરંતુ કુદરતે તો કંઈક અલગ જ લેખ લખ્યા હતા.

દરિયાબેન વરસાદ અને પૂરના પાણીથી બચવા માટે પ્લેટફોર્મ પર બેઠા હતા અને આ જ સમય દરમિયાન વરસાદી તીવ્રતામાં વધારો થયો અને આખા પાણેજ ગામમાં 22 ફૂટ સુધી પાણી ફરી વળ્યા હતા અને ધીરે ધીરે ઘરમાં ઘુસેલું પાણી પ્લેટફોર્મ અને પ્લેટફોર્મ પર બેઠેલા દરિયા બેનના માપને પણ વટાવીને વધી ચૂક્યું હતું. દરિયાબેનનો પરિવાર પોતાના પશુઓને બચાવવા માટે વરસાદ દરમિયાન બહાર હતું તે સમય દરમિયાન જળ સ્તરમાં વધારો થયો અને વધારો થતા દરિયાબેન પોતાનું સ્થળ બદલી ન શક્યા કે ન બહાર આવી શક્યા. આને કારણે જ પોતાના જ ઘરમાં મહેમાન બનીને આવેલા વરસાદી પાણીમાં ડૂબી જવાના કારણે તેમનું કરુણ મોત થયું.

આ પણ વાંચો

પરિવારને સપને પણ અંદાજ નહીં હોય કે આટલી કરુણ દશા આજે તેમના પરિવારની અને ગામ લોકોની થવાની છે. 12 કલાક બાદ પાણી ઉછળતા જ્યારે તેમનો પરિવાર ઘરમાં પ્રવેશ થયો ત્યારે ઘરના દ્રશ્યો જોતા પોતાના દીકરા અને અન્ય પરિજનોમાં ભર દિવસે અંધારા આવી ગયા. તેમના દીકરાએ એક જ રૂમમાં પ્રવેશ કરતા જોયું તો સમગ્ર રૂમમાં વરસાદ અને કારણે લાઈટ જતી રહી હોવાથી અંધારું હતું અને ઘરવખરી પાણીમાં તણાઈ ગઈ હતી પરંતુ તેમની નજર તેમની વૃદ્ધ માતાને સુધી રહી હતી ત્યારે ઘરના રસોડાના પ્લેટફોર્મ પર તેમની નજર પડી અને ત્યાં જ તેમની માતાનો મૃતદેહ બેસેલી હાલતમાં પ્લેટફોર્મ પર પડ્યો હતો. પહેલા તો તેને લાગ્યું કે તેમની માતા દરરોજની જેમ તેમની ચિંતા કરી તમને બોલાવશે પરંતુ નજીક જતા જોયું ત્યારે તેમને ખબર પડી કે હવે તેમની માતા આ દુનિયાને વિદાય આપી ચૂકી છે.

પરિસ્થિતિ મુજબ તેમના પરિજનો એ પણ આસપાસના લોકો સાથે મદદ માંગી. પરંતુ વરસાદી ઘરના કારણે ગામના કોઈ લોકો તેનાથી બચી શક્યા ન હતા. પરિચયનો જે આસપાસના લોકો પાસે મદદ માંગવા ગયા તેમના પણ પશુઓ ભયાનકપુરમાં તણાઈ ગયા હતા. ખીલની બાંધેલા પશુઓ વરસાદી પાણીમાં ભાગી શક્યા ન હતા અને ડૂબી જવાને કારણે અંદાજે 70 થી વધુ પશુઓના આ પુર માં મોત થયા. માત્ર એક જ પરિવાર નહીં પરંતુ 300 પરિવારનું એક સરખું જ દર્દ હતું. વાસીઓમાં ચિંતા હતી કારણ કે અચાનક આવેલા વરસાદી પુરમાં સમગ્ર ગામના 300 ઘરની ઘરવખરી તણાઈ ગઈ હતી અને તેવા માટે પાણી પણ હવે તેમની પાસે હતું નહીં.

દરિયાબેનના મોતના સમાચાર પરિવારે તંત્રને આપવાના અનેક પ્રયત્નો કર્યા પરંતુ વહેલી તકે તંત્ર તરફથી પણ કોઈ વ્યવસ્થા થઈ નહીં અને રસોડાના પ્લેટફોર્મ પર બેસેલો મૃતદેહ અંદાજિત 15 કલાકથી વધુ સમય સમય સુધી એ જ પરિસ્થિતિમાં મૂકી રાખવો પડ્યો. દરીયાબેન ના દીકરાએ તેમના સ્થાનિક તલાટી મામલતદાર કલેકટર ધારાસભ્ય સાંસદ અનેક લોકોને રજૂઆત કરવાના પ્રયાસ કર્યા પરંતુ કોઈ તરફથી તેમને ઝડપી મદદ મળી નહીં તેના કારણે પરિસ્થિતિ વિકટ બની. Tv9 ની ટીમ જ્યારે આ કરોડ અહેવાલ તેમના ઘરમાં પ્રવેશીને બતાવી રહી હતી ત્યારબાદ સ્થાનિક તંત્રની આંખ ઉઘડી અને પોલીસ તંત્ર કાગળિયા કાર્યવાહી કરવા માટે તેમના ઘરે પહોંચ્યા અને આ કાર્યવાહી પૂરી થયા બાદ પણ તેમની અંતિમ વિધિ કરવા માટે વિચારવું પડ્યું હતું તેનું કારણ એ જ છે કે ભયાનક પુરમાં સ્થાનિક સ્મશાન પણ અસરગ્રસ્ત હતું.

રવિવારે બોડેલી અને તેની આસપાસ વરસેલા વરસાદે એવી તારાજી મચાવી કે અહીંના સ્થાનિકોની ત્રણ પેઢી એ આવી તારાજી અને વરસાદ જોયો ન હતો. ત્યારે સૌથી અસરગ્રસ્ત પાણેજ ગામમાં સૌથી પહેલા tv9 ની ટીમ પહોંચી હતી અને સ્થાનિક અહેવાલ બતાવ્યા બાદ અહીંના ધારાસભ્ય અભેસિંહ તડવી, જિલ્લા પ્રભારી તથા અન્ય આગેવાનો તાત્કાલિક ગામની મુલાકાતે પહોંચ્યા હતા.

અંદાજિત 12 કલાકમાં 22 ઇંચ થી વધુ વરસાદે ગામની પરિસ્થિતિ અને તેના ચિત્રમાં ઉલટ ફેર કરી નાખ્યો હતો ત્યારે ઓસરી ગયેલા પાણીબાદ 70 થી વધુ પશુ ગુમાવનારા પશુ માલિકો અને પોતાના સ્વજન ગુમાવનાર પરિજનો સરકાર પાસેથી ઝડપી ન્યાય અને મદદની આશ રાખીને બેઠા છે.

Published On - 1:03 pm, Wed, 13 July 22

Next Article