Chhotaudepur : બોડેલીના સવજીપુરા ગામે આદમખોર દીપડો વન વિભાગની જહેમત બાદ પાંજરે પુરાયો

|

Feb 05, 2023 | 7:39 PM

ગુજરાતના છોટા ઉદેપુરના સવજીપુરા ગામે આદમખોર દીપડાની વનવિભાગની ભારે જહેમત બાદ દીપડો પાંજરે પુરાયો છે. જેમાં દીપડાએ છેલ્લા અઠવાડિયામાં  બે બાળકોનો શિકાર કર્યો હતો. જેના પગલે ગ્રામજનો ભારે ભયમાં જીવી રહ્યા હતા. આ અંગે ગ્રામજનોએ વનવિભાગને જાણ કરી હતી. જેના પગલે વન વિભાગ દ્વારા દીપડાને પકડવા ત્રણ પાંજરા મૂકવામાં આવ્યા હતા.

Chhotaudepur : બોડેલીના સવજીપુરા ગામે આદમખોર દીપડો વન વિભાગની જહેમત બાદ પાંજરે પુરાયો
leopard caged

Follow us on

ગુજરાતના છોટા ઉદેપુરના સવજીપુરા ગામે આદમખોર દીપડાની વનવિભાગની ભારે જહેમત બાદ દીપડો પાંજરે પુરાયો છે. જેમાં દીપડાએ છેલ્લા અઠવાડિયામાં  બે બાળકોનો શિકાર કર્યો હતો. જેના પગલે ગ્રામજનો ભારે ભયમાં જીવી રહ્યા હતા. આ અંગે ગ્રામજનોએ વનવિભાગને જાણ કરી હતી. જેના પગલે વન વિભાગ દ્વારા દીપડાને પકડવા ત્રણ પાંજરા મૂકવામાં આવ્યા હતા.

બોડેલી તાલુકાના ગામોમાં છેલ્લા અઠવાડીયાથી દીપડાનો ડર જોવા મળ્યો હતો

ઉલ્લેખનીય છે કે, છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મુલધર,ટીંબી,ટોકરવા જેવા ગામોમાં છેલ્લા અઠવાડીયાથી દીપડાનો ડર જોવા મળ્યો હતો. જેમાં મુલધર ગામના એક બાળકના હુમલા બાદ નજીકના ગામ ધોરીવાવના એક બાળકને શિકાર બનાવતા બાળકનું મોત નીપજ્યું છે. જેના પગલે સમગ્ર પંથકમાં શોક અને ડરનો માહોલ જોવા મળ્યો હતો.

પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !

દીપડો બાળક ને છોડી ભાગી ગયો

બોડેલી તાલુકાના મુલધર ગામે પાંચ દિવસ પહેલા એક બાળકનું દીપડાના હુમલામાં મોત થયું હતું . જેમાં પરિવારનું આક્રંદ સમાયું નથી ત્યારે ફરી આજ વિસ્તારમાં ફરતો આદમખોર દીપડાએ ધોરિવાવા ગામની સીમમાં પરિવાર સાથે ગયેલ બાળક જે તેની માતાના ખોળામાં રમી રહ્યું હતું તેને છીનવી દીપડો નજીકના ઝાડ પર ચડી ગયો હતો. જોકે હિંમત દાખવી તેનો પિતા કુહાડી લઈ ઝાડ પર ચડી ગયા હતા અને દીપડો બાળક ને છોડી ભાગી ગયો હતો.

બાળકના મૃત દેહને ધોરીવાવ ખાતે લાવવામાં આવતા આક્રંદ સાથે શોક

બાળકને બોડેલી હોસ્પિટલ લઈ જવાયો જ્યા તબીબને ગંભીર જણાતા બાળકને વડોદરા રીફર કરાયો હતો જ્યા આજ રોજ યુગ કુમાર નામના બાળકનું મોત થયુ હતું. બાળકના મૃત દેહને ધોરીવાવ ખાતે લાવવામાં આવતા ગામમાં આક્રંદ સાથે શોક જોવા મળ્યો હતો.

આદમ ખોર દીપડાને પકડી પાડવા માટે વન વિભાગ અલગ અલગ ટીમો બનાવી

બાળકો હવે નિશાળે જવા નું ટાળી રહ્યા છે તો ગામના ખેડૂતો ખેતરે આસપાસના તમામ લોકો દીપડાને જલ્દી પકડી પાડવા માટેની માંગ કરી રહ્યા છે.ગામમાં બાળકના અકાળે મૃત્યુ થતા ગામમાં માતમ છવાયો છે તો બીજી તરફ આદમ ખોર દીપડાને પકડી પાડવા માટે વન વિભાગ અલગ અલગ ટીમો બનાવીને ખેતરોમાં તૈનાત કરવામાં આવી હતી.

જેમાં અલગ અલગ જગ્યાએ પીંજરા ગોઠવી દેવામા આવ્યા છે. હાલ તો દરેક ગામના લોકોમાં એક ડર ઊભો થયો હતો અને ગામના લોકો એકલા બહાર નીકળી શકતા ન હતા.

(With Input, Maqbool Mansoori , Chhotaudepur )

Published On - 5:51 pm, Sun, 5 February 23

Next Article