ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મુલધર,ટીંબી,ટોકરવા જેવા ગામોમાં દીપડાનો ડર દૂર થયો નથી. જેમાં મુલધર ગામના એક બાળકના હુમલા બાદ નજીકના ગામ ધોરીવાવના એક બાળકને શિકાર બનાવતા બાળકનું મોત નીપજ્યું છે. જેના પગલે સમગ્ર પંથકમાં શોક અને ડરનો માહોલ જોવા મળ્યો છે.
બોડેલી તાલુકાના મુલધર ગામે પાંચ દિવસ પહેલા એક બાળકનું દીપડાના હુમલામાં મોત થયું હતું . જેમાં પરિવારનું આક્રંદ સમાયું નથી ત્યારે ફરી આજ વિસ્તારમાં ફરતો આદમખોર દીપડાએ ધોરિવાવા ગામની સીમમાં પરિવાર સાથે ગયેલ બાળક જે તેની માતાના ખોળામાં રમી રહ્યું હતું તેને છીનવી દીપડો નજીકના ઝાડ પર ચડી ગયો હતો. જોકે હિંમત દાખવી તેનો પિતા કુહાડી લઈ ઝાડ પર ચડી ગયા હતા અને દીપડો બાળક ને છોડી ભાગી ગયો હતો.
બાળકને બોડેલી હોસ્પિટલ લઈ જવાયો જ્યા તબીબને ગંભીર જણાતા બાળકને વડોદરા રીફર કરાયો હતો જ્યા આજ રોજ યુગ કુમાર નામના બાળકનું મોત થયુ હતું. બાળકના મૃત દેહને ધોરીવાવ ખાતે લાવવામાં આવતા ગામમાં આક્રંદ સાથે શોક જોવા મળ્યો
બાળકો હવે નિશાળે જવા નું ટાળી રહ્યા છે તો ગામના ખેડૂતો ખેતરે આસપાસના તમામ લોકો દીપડાને જલ્દી પકડી પાડવા માટેની માંગ કરી રહ્યા છે.ગામમાં બાળકના અકાળે મૃત્યુ થતા ગામમાં માતમ છવાયો છે તો બીજી તરફ આદમ ખોર દીપડાને પકડી પાડવા માટે વન વિભાગ અલગ અલગ ટીમો બનાવીને ખેતરોમાં તૈનાત છે.
જેમાં અલગ અલગ જગ્યાએ પીંજરા ગોઠવી દેવામા આવ્યા છે. હાલ તો દરેક ગામના લોકોમાં એક ડર ઊભો થયો છે અને ગામના લોકો એકલા બહાર નીકળી શકતા નથી ત્યારે આ દીપડો જલ્દી પકડાઈ તેવી ગામના લોકો આશા રાખી રહ્યા છે.
(With Input, Maqbool Mansoori , Chhotaudepur )
આ પણ વાંચો : Gujarati Video: કાલાવડ રોડના ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ, રૂ.73.19 કરોડના ખર્ચે બ્રિજનું કરાયુ છે નિર્માણ