Chhotaudepur: આદિજાતી વિકાસ મંત્રી નિમિષાબેન સુથારની ફટકાબાજી, ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર બેટિંગ બોલિંગ પર હાથ અજમાવ્યો

|

May 21, 2022 | 2:31 PM

ટુર્નામેન્ટમાં સતત બે વર્ષથી વિજેતા જિલ્લા પંચાયતની ટીમ આ વર્ષે પણ આદિજાતિ ખાતાની ટીમને હરાવીને ત્રીજી વખત વિજેતા બની હતી.

Chhotaudepur: આદિજાતી વિકાસ મંત્રી નિમિષાબેન સુથારની ફટકાબાજી, ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર બેટિંગ બોલિંગ પર હાથ અજમાવ્યો
Nimishaben Suthar's batting

Follow us on

રાજ્ય સરકારના આદીજાતી વિકાસ મંત્રી અને મોરવા હડફના ધારસભ્ય નિમિષાબેન સુથાર ( Nimishaben Suthar) ની અધ્યક્ષતામાં છોટા ઉદેપુર (Chhotaudepur)  જિલ્લાના તેજગઢ ખાતે આંતર જિલ્લા વહીવટી પાંખ ક્રિકેટ (cricket)  ટૂર્નામેન્ટની પુર્ણાહુતી કાર્યક્રમ યોજાયો હતો. આ ટુર્નામેન્ટમાં તમામ વહીવટી પાંખની ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટમાં સતત બે વર્ષથી વિજેતા જિલ્લા પંચાયતની ટીમ આ વર્ષે પણ આદિજાતિ ખાતાની ટીમને હરાવીને ત્રીજી વખત વિજેતા બની હતી. આ પ્રસંગે મંત્રીની સાથે સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણ, જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ પણ ક્રિકેટ રમ્યા હતા.

તેજગઢ ખાતે સ્પોર્ટ્સ એન્ડ રિકેઇશન ક્લબ છોટાઉદેપુર દ્વારા આંતર વહીવટી પાંખની રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પંચાયત ગ્રાઉન્ડ પર કરવામાં આવેલ હતું જેનું આજરોજ સમાપન સમારંભ કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટના સમાપન સમારંભમાં આદિજાતિ વિકાસ મંત્રી નિમિષાબેન સુથાર, સાંસદ સભ્ય ગીતાબેન રાઠવા, છોટાઉદેપુર જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ, ડીડીઓ, ટીડીઓ, જિલ્લાના વિરોધ પક્ષના નેતા, જિલ્લા ભાજપના યુવા નેતા,તેજગઢ ગામના સરપંચ તથા તમામ વહીવટી પાંખની ટીમના ક્રિકેટરોએ હાજરી આપી હતી.

આ પ્રસંગે નિમિષાબેન સુથારે પોતાના ભાષણમાં રમત-ગમતમાં આગળ વધી યુવાનોને દેશનું નામ રોશન કરવાની વાત કરી હતી. આ ટુર્નામેન્ટમાં સતત બે વર્ષથી વિજેતા જિલ્લા પંચાયતની ટીમ આ વર્ષે પણ આદિજાતિ ખાતાની ટીમને હરાવીને ત્રીજી વખત વિજેતા બની હતી. પરંતુ જિલ્લા પંચાયતની ટીમે પોતાની ટીમમાં આરોગ્ય ખાતાના ખેલાડીઓને પણ રમાડતા આરોગ્ય ખાતાના ખેલાડીઓનો સહારો કેમ લેવો પડ્યો તે વાત પ્રેક્ષકોમાં ચર્ચાનો વિષય બની હતી.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

નિમીશાબેન તથા ગીતાબેન રાઠવાના હસ્તે આદિજાતિ ખાતાના જાવેદ મેન્ડીસને બેસ્ટ બોલર, જિલ્લા પંચાયતના ખેલાડી મિરાજને મેન ઓફ ધી ટુર્નામેન્ટ, સંજયભાઈને બેસ્ટ ઓલ રાઉન્ડર વગેરે જેવા ખિતાબથી નવાજવામાં આવ્યા હતા. ત્યારબાદ નિમિષાબેન સુથાર, ગીતાબેન રાઠવા તથા કલેકટર મેડમે પોતે ક્રિકેટના ગ્રાઉન્ડ પર જઈ બેટિંગ તથા બોલિંગમાં પોતાનો હાથ અજમાવ્યો હતો. ગીતાબેને બોલિંગ કરી હતી જ્યારે નિમીશાબેને બેટિંગ પર હાથ અજમાવ્યો હતો. જિલ્લા કલેક્ટરે પણ બોલિંગ કરી હતી. નીમિશાબેને એક બોલને ફટકો મારીને પ્રેક્ષકોની પેલે પાર પહોંચાડી દીધો હતો ત્યારે બધાએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધાં હતાં.

Next Article