Chhota Udepur : બોડેલી નજીકના અલીખેરવા વિસ્તારમાં રોડ પર ગંદકીના થર , સ્થાનિકો અને વાહન ચાલકો પરેશાન

|

Jul 30, 2021 | 7:24 PM

શહેરના મુખ્ય અને વેપારી મથક કહેવાતા બોડેલીને અડીને આવેલા અલીખેરવા વિસ્તારમાં ગંદકીના થર જામ્યા છે.ચોમાસા(Monsoon)ની શરૂઆત પહેલા જે કામગીરી કરવાની હોય તે કામગીરી ચોમાસામાં કરવામાં આવતા ચારેય તરફ ગંદકી ફેલાતી જોવા મળે છે.

છોટાઉદેપુર( Chhota Udepur ))જિલ્લામાં થોડા દિવસ પહેલા ભારે વરસાદ પડયો હતો. જેના પગલે શહેરના મુખ્ય અને વેપારી મથક કહેવાતા બોડેલીને અડીને આવેલા અલીખેરવા વિસ્તારમાં ગંદકીના થર જામ્યા છે.ચોમાસા(Monsoon)ની શરૂઆત પહેલા જે કામગીરી કરવાની હોય તે કામગીરી ચોમાસામાં કરવામાં આવતા ચારેય તરફ ગંદકી ફેલાતી જોવા મળે છે. અલીખેરવાના ફતેનગર વિસ્તારના લોકો નર્કાગાર જેવી સ્થિતીમાં જીવી રહ્યા છે. આ વિસ્તારના લોકોએ વારંવાર તેમને પડી રહેલી મુશ્કેલીઓની રજૂઆતો તંત્રને કરી છે પણ ઠાલા વચનો સિવાય તેમને કંઇ મળતું નથી.

આ પણ વાંચો : TV9 Exclusive: કારગિલના વિક્રમ બત્રા પોઈન્ટથી સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણીનો વિશિષ્ટ ઈન્ટરવ્યૂ, જાણો કેવો રહ્યો ફિલ્મમાં કામ કરવાનો અનુભવ

આ પણ વાંચો : હિમાચલ પ્રદેશમાં હાઇવે પર પહાડ તૂટતાં રસ્તામાં ટ્રાફિકની લાંબી લાઈન, વિડીયો થઇ રહ્યો છે વાયરલ

Next Video