છોટા ઉદેપુરના (Chhota udepur) બોડેલી તાલુકામાં ઓરસંગ નદી (Orsang River) ઉપર સરકાર દ્વારા પ્રોટેક્શન વોલ તો બનાવવામાં આવી છે. પરંતુ પહેલા જ વરસાદમાં (Rain) ધોવાણ થતા આ કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. સરકારનો આ અભિગમ સર તો ના થયો પણ સરકારના પૈસા પહેલા જ વરસાદમાં પાણીમાં જતા રહ્યા. લોકો તો આક્ષેપ કરી જ રહ્યા છે સાથો સાથ વિપક્ષ પણ સરકારી અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગતને લઈ ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.
છોટાઉદેપુરની ઓરસંગ નદી ઉપર વર્ષો પહેલા બનેલ નર્મદા કેનાલના એકવાડેક્ટના પાયા ખુલ્લા થતા સરકારે ચિંતા કરી પાયાને બચાવવા માટે પ્રોટેક્શન વોલ અને આડબંધ બનાવવાનું નક્કી કર્યું. 22 કરોડના ખર્ચે આ કામગીરીની શરૂઆત ડિસેમ્બર 21માં કરવામાં આવી હતી. જો કે છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં સરકારનો કરોડોનો ખર્ચ પાણીમાં ગયો છે. સરકારના 22 કરોડના ખર્ચા પર વરસાદે પાણી ફેરવી નાંખ્યું છે. નર્મદાની મુખ્ય કેનાલના પાયા ખુલ્લા થતા સરકારે પ્રોટેક્શન વોલ તો બનાવી પણ પહેલા જ વરસાદમાં ધોવાણ થયું છે.
સરકારે 22 કરોડના ખર્ચે બનાવેલા આડબંધના સળીયા દેખાવા લાગ્યા છે. તમામ દીવાલો ધરાશાયી થઈ છે. એટલું જ નહીં આડબંધમાં નાખવામાં આવેલા પથ્થરો પણ તણાઈ ગયા છે. જેને લઇ સરકારની કામગીરી પર સવાલ ઉઠી રહ્યાં છે. વિપક્ષે સરકારી અધિકારી અને કોન્ટ્રાક્ટની મીલીભગતથી ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ લગાવ્યો.
બોડેલી વિસ્તાર નર્મદાની મુખ્ય કેનાલના એકવાડેકટ નીચે સૌરક્ષણ દીવાલ અને આડબંધ બનતા પાણીના જળસ્તર ઉપર આવશે તેવુ વિચારવામાં આવ્યુ હતુ. પણ બોડેલી ગામના લોકોનો એ વિચાર ખોટો સાબિત થયો છે. પાણીના જળસ્તર તો ઉપર ના આવ્યા, પણ પહેલા જ વરસાદનું પાની લોકોના ઘરોમાં ઘુસી ગયું. બોડેલી ગામમાં દીવાન ફળિયા, રજાનગર, વર્ધમાન નગર વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે. લોકોના તમામ ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ વિસ્તારના લોકોનું કહેવું છે કે, પહેલી વાર આ વિસ્તારમાં આટલી માત્રામાં પાણી આવ્યું જેનું કારણ આડબંધ જ છે .
તો બીજી તરફ સ્થાનિકો પણ આક્ષેપ કરી રહ્યાં છે આડબંધની કામગારીની હલકી કક્ષાની ગુણવત્તાનું મટિરીયલ વપરાયું છે. સાથે જ સ્થાનિકોનો આક્ષેપ છે કે તેમના વિસ્તારમાં ક્યારેય આટલું પાણી ભરાયું નથી કે આવ્યું નથી. પરંતુ આ આડબંધ તૂટવાને કારણે લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયું. દીવાન ફળિયા, રજાનગર, વર્ધમાનનગર વિસ્તારો પાણી-પાણી થઈ ગયા.