Chhota Udepur : નસવાડી પ્રાથમિક શાળાના તાળા ત્રણ શિક્ષકોની બદલી બાદ 13 દિવસે ખૂલ્યા

|

Jul 30, 2021 | 4:34 PM

આ ગામની શાળાના ત્રણ શિક્ષકો કોઇ કારણે અંદર અંદર ઝધડતા હોવાના લીધે બાળકોના અભ્યાસમાં ખલેલ પહોંચતો હતો. જેમાં વાલીઓએ બે શિક્ષક અને એક શિક્ષિકાની બદલીની માંગ કરી હતી.

છોટા ઉદેપુર( Chhota Udepur ) )ની નસવાડી તાલુકાની પ્રાથમિક શાળા(School) ના 13 દિવસ બાદ તાળાં ખૂલ્યા હતા. જેમાં આ ગામની શાળાના ત્રણ શિક્ષકો કોઇ કારણે અંદર અંદર ઝધડતા હોવાના લીધે બાળકોના અભ્યાસમાં ખલેલ પહોંચતો હતો. જેમાં વાલીઓએ બે શિક્ષક અને એક શિક્ષિકાની બદલીની માંગ કરી હતી. જો કે માંગ ન સંતોષતા ગામ લોકોએ 13 દિવસ પૂર્વે આ શાળા પર તાળા મારી દીધાં હતા. આ વાત રાજયના શિક્ષણ પ્રધાન સુધી પહોંચતા ત્રણે શિક્ષકોની બદલી કરવામાં આવી હતી. જેના લીધે વાલીઓમાં સંતોષ છે. જેના પલગે વાલીઓએ આજે શાળા પર લગાવેલા તાળાં ખોલી નાખ્યા હતા.

આ પણ વાંચો :  જાણો શા માટે 2021માં થનારા ઓલિમ્પિકને Tokyo Olympics 2020 કહેવાય છે ?

આ પણ વાંચો : તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આ અભિનેત્રી લેશે Bigg Boss 15 માં ભાગ! મનોરંજન થશે ડબલ

Published On - 4:31 pm, Fri, 30 July 21

Next Video