Chhota Udepur : જિલ્લાના કવાંટ, પાવીજેતપુર અને બોડેલીમાં ભારે વરસાદ, નદીઓ ગાંડીતુર બની

|

Jul 25, 2021 | 4:34 PM

જિલ્લાના ક્વાંટ અને પાવીજેતપુર તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. ક્વાંટના ડુંગરાળ વિસ્તારમાં ભારે વરસાદથી હેરણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે.

Chhota Udepur : જિલ્લાના ક્વાંટ અને પાવીજેતપુર તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. ક્વાંટના ડુંગરાળ વિસ્તારમાં ભારે વરસાદથી હેરણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે.

તો જિલ્લાના બોડેલી તાલુકાના બોડેલી ખાતે 3 ઇંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે નિચાણ વાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસ્યા છે. દીવાન ફળીયાના આ દ્રશ્યો છે કે જયા પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. અગાઉ પણ તંત્રને વારંવારની રજુઆત આ વિસ્તારના લોકોએ કરી છે. પણ આ વિસ્તારોમાં પ્રિમોન્સનુની કામગીરી કરવામાં આવતી નથી .બોડેલી અને ઢોકલીયા વચ્ચે આવતા ગરનાળામાં વરસાદી પાણી ભરાયું છે .આમ છતાં કેટલાક લોકો પાણીમાંથી પસાર થઈ રહ્યાં છે.

જિલ્લામાં ભારે વરસાદને કારણે તમામ નદીઓ ગાંડીતૂર બની છે. જેમાં જિલ્લાની હેરણ,ઓરસંગ, અને કવાંટ નદી તોફાની બની છે. અને, આ તમામ નદીમાં નવા નીર આવ્યા છે.

 

Next Video