ઉનાળો શરુ થાય એટલે ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં પાણીના પ્રશ્નો (Water Crisis) શરુ થઇ જાય છે. ઘણા વિસ્તારોમાં તો પાણીના ટેન્કર પણ મગાવવા પડે છે. તો કેટલાક સ્થળોએ લોકોને દુર દુર સુધી પાણી મેળવવા માટે જવુ પડે છે. છોટા ઉદેપુર (Chhota Udepur)ના અંતરિયાળ વિસ્તારમાં પણ પાણીની પોકાર ઉનાળો (Summer) શરુ થતા જ શરી થઇ છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ભેખડિયા ગામ અંતરિયાળ અને છેવાડાના વિસ્તારના લોકોએ પાણીની સમસ્યા દૂર થાય તે માટે તંત્રમાં વારંવારની રજૂઆત કરી હતી. પણ નક્કર નિવેડો ન આવતા આખરે ગામ લોકોએ ભગવાનનો સહારો લેવાનો વારો આવ્યો છે. ગામમાં આવેલ પાણીના તમામ સ્ત્રોત પાસે જઇ ઢોલ વગાડી અને પાણી સમસ્યા દૂર થાય તેવી પ્રાર્થના કરી છે.
સરકાર દ્વારા દાવા કરવામાં આવે છે કે આદીવાસીના ઉત્થાન માટે અને તેમની ખેતીમાં બમણી આવક થાય તેવા પ્રયાસો કરે છે, પરંતુ જમીની હકીકત કવાંટ તાલુકામાં અલગ જોવા મળી રહી છે. આ વિસ્તારના લોકો માટે પીવાના અને સિંચાઇના પાણી માટે કોઈ વ્યવસ્થા જ કરવામાં ન આવતા લોકોમાં નારાજગી છે.
છોટા ઉદેપુર જિલ્લાના પથરાળ અને ડુંગર વિસ્તારમાં ઉનાળાની શરૂઆત થતા જ પાણીની પોકાર ઉઠી છે. ગામમાં પાણી માટેનો બોર તો છે પરંતુ તેમાં પાણી ઉંડું જતા બોર શોભાના ગાંઠિયા સમાન બન્યો છે. પરિણામે ઘરે ઘરે પાણી નહીં આવતા પાણી મેળવવા માટે મહિલાઓ પગપાળા કરી રહી છે. આ અંગે અનેક વાર રજૂઆત કરી છતા કોઈ ઉકેલ નહીં આવતા અંતે તંત્રને જગાડવા ગ્રામજનોએ બોરની આરતી કરીને વિરોધ નોંધાવ્યો હતો.
છોટાઉદેપુરમાં સ્થિતિ એટલી ખરાબ છે કે, આંખા ગામને પાણી પુરુ પડતું નથી. ગ્રામજનોએ જે બોરમાં પાણી છે તે બોરમાંથી પાણી ભરવા માટે વારા કાંઢ્યા છે. છતા પીવા જેટલું જ પાણી માંડ મળે છે. પાણી વગર અનેક લોકો સ્નાન પણ કરી શકતા નથી. પશુઓ પાણી વગર તડફડી રહ્યા છે.
આ સમસ્યા આજની નથી વર્ષોથી છે. દર વખતે તંત્ર, નેતાઓ ઠાલા વચન આપી લોકોની સાથે મજાક કરી રહ્યાછે. એટલે જ આ વખતે ગ્રામજનોએ જવાબદારો ઉપર વિશ્વાસ નથી. ભગવાન પાસે જ સમસ્યા દૂર કરવા પ્રાર્થના કરી છે.
આ પણ વાંચોઃ Girsomnath: કેસર કેરીના રસિકો માટે આવ્યા માઠા સમાચાર, એક મહિનો મોડી આવશે કેરી
આ પણ વાંચોઃ અંબાજી જતાં પહેલાં જાણો આ વાત, ગબ્બર દર્શન આજે બપોર બાદ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો