CHHOTA UDEPUR : ભારે વરસાદના કારણે ડોલરિયા ગામે સુકેટ નદી પરનો કોઝવે તુટ્યો

|

Jul 29, 2021 | 10:46 AM

ગ્રામજનોના કહેવા પ્રમાણે આ કોઝવે 20 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો. જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે અહીંનો રસ્તો બંધ થઈ જાય છે.હવે કોઝવે તૂટી જતા ગ્રામજનો અહીં પૂલ બનાવવાની માગ કર રહ્યાં છે.

CHHOTA UDEPUR : છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તાર માં આવેલ ડોલરિયા ગામના લોકો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. 25 જૂલાઈના રોજ વરસાદ વરસ્યો પણ ખરા પરંતુ ગામ લોકો માટે એ વરસાદ મુશ્કેલી બની આવ્યો હતો. અહીં આવેલી સુકેટ નદીમાં ભારે પૂર આવતા નદી પર બનેલો કોઝવે તુટી ગયો હતો. કોઝવે તુટી જતા 10 થી 15 ગામના લોકો હાલાકી ભોગવી રહ્યા છે, સાથે જીવના જોખમે રસ્તો પાર કરી રહ્યા છે..

આ રસ્તો છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડે છે અને આ જ રસ્તા પરનો કોઝવે તૂટી જતા અનેક લોકોને મુશ્કેલીઓ પડી રહી છે.ગ્રામજનોના કહેવા પ્રમાણે આ કોઝવે 20 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો. જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે અહીંનો રસ્તો બંધ થઈ જાય છે.હવે કોઝવે તૂટી જતા ગ્રામજનો અહીં પૂલ બનાવવાની માગ કર રહ્યાં છે.

આ પણ વાંચો : SURENDRANAGAR : થાનગઢના જામવાડી ગામ નજીક 1200 વર્ષ જુના પૌરાણીક શિવ મંદિરમાં તોડફોડ 

આ પણ વાંચો : GANDHINAGAR : રાજ્ય સરકારનો ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય , 31 જિલ્લાના વધુ 1520 ગામોમાં કિસાન સૂર્યોદય યોજનામાં સમાવેશ

Next Video