Breaking News : મારી પાસે ઘર નથી પણ મારા દેશની બહેનોને ઘર આપ્યા તેની ખુશી છે : PM મોદી

PM મોદીએ જાહેર સભાને સંબોધતા કહ્યું કે બોડેલી આવવાથી આજે જૂની યાદો તાજી થઈ છે. અહીંયા બધા કહે છે કે છોડાઉદેપુર જિલ્લો તો મોદી સાહેબે આપ્યો છે. આદિવાસી વિસ્તારો માટે યોજનાઓ બનાવી એનો આજે મને સંતોષ છે. વિકાસ માટે તમારા ઘર આંગણે સરકાર લાવી દીધી છે. તો ઓછી કિંમતમાં ગામડાઓને ઈન્ટરનેટની ભેટ મળી છે.

Breaking News : મારી પાસે ઘર નથી પણ મારા દેશની બહેનોને ઘર આપ્યા તેની ખુશી છે : PM મોદી
PM Modi
| Edited By: | Updated on: Sep 27, 2023 | 3:32 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) છોડાઉદેપુરના બોડેલીમાં 5206 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. જેમાં શિક્ષણ વિભાગના મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત 4505 કરોડના વિકાસ કાર્યો પણ સામેલ છે. 4505 કરોડના કાર્યોમાં 1426 કરોડના કામોનું લોકાર્પણ અને 3079 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.

છોડાઉદેપુર આવતા જૂની યાદો તાજી થઈ : PM મોદી

PM મોદીએ જાહેર સભાને સંબોધતા કહ્યું કે બોડેલી આવવાથી આજે જૂની યાદો તાજી થઈ છે. અહીંયા બધા કહે છે કે છોડાઉદેપુર જિલ્લો તો મોદી સાહેબે આપ્યો છે. આદિવાસી વિસ્તારો માટે યોજનાઓ બનાવી એનો આજે મને સંતોષ છે. વિકાસ માટે તમારા ઘર આંગણે સરકાર લાવી દીધી છે. તો ઓછી કિંમતમાં ગામડાઓને ઈન્ટરનેટની ભેટ મળી છે.

આ પણ વાંચો Breaking News : ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ શરૂ થયું ત્યારે કેન્દ્ર સરકારને તેમાં રસ પણ નહોતો : PM

આ ઉપરાંત PM મોદીએ કહ્યું કે દેશની કરોડો બહેનો આજે લખપતિ દીદી બની ગઈ છે. કારણ કે આજે મારી પાસે ઘર નથી પણ મારા દેશની બહેનોને ઘર આપ્યા છે. આદીવાસી સમાજનો વિકાસ થાય તેની ગેરંટી અમારી છે. આદીવાસીઓના સન્માન અને ગૌરવનો મને અવસર મળ્યો છે.

કરોડાના વિકાસ કાર્યોની ભેટ

બોડેલીમાં વડાપ્રધાન મોદીએ માર્ગ અને મકાન, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી તેમજ પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. કુલ 7500 ગામડાઓમાં 20 લાખ લાભાર્થીઓ માટે વિલેજ વાઇ-ફાઇ સુવિધાનું લોકાર્પણ કર્યું. આ માટે રૂપિયા 60 કરોડનો ખર્ચ કરાયો છે. રૂપિયા 277 કરોડના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ, રૂપિયા 251 કરોડના ખર્ચે શહેરી વિકાસ વિભાગ અને રૂપિઆ 80 કરોડના ખર્ચે પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યું.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:26 pm, Wed, 27 September 23