Breaking News: અમદાવાદના ચાંગોદરના ગોડાઉનમાં કેન્દ્રીય નાર્કોટિક્સ વિભાગે પાડ્યા દરોડા, નશા માટે વપરાતી દવાઓનો જથ્થો સીઝ કરાયો

ચાંગોદર ગોડાઉનમાંથી મોટી માત્રામાં દવાઓનો જથ્થો મળ્યો છે. પેઇન કીલર અને ઉંઘની દવાઓનો નશા માટે ઉપયોગ કરાતો હોવાનું સામે આવ્યુ છે. મોટી સંખ્યામાં દવાઓનો જથ્થો પકડી પડાયો છે. જો કે દવા મગાવનાર વ્યક્તિ હાલ ફરાર છે.

Breaking News: અમદાવાદના ચાંગોદરના ગોડાઉનમાં કેન્દ્રીય નાર્કોટિક્સ વિભાગે પાડ્યા દરોડા, નશા માટે વપરાતી દવાઓનો જથ્થો સીઝ કરાયો
| Edited By: | Updated on: Apr 23, 2023 | 2:36 PM

કેન્દ્રીય નાર્કોટિક્સ વિભાગે અમદાવાદના ચાંગોદરના ગોડાઉનમાં દરોડા પાડ્યા છે. જે પછી નશા માટે વપરાતી દવાઓનો જથ્થો સીઝ કરાયો છે. ચાંગોદર ગોડાઉનમાંથી મોટી માત્રામાં દવાઓનો જથ્થો મળ્યો છે. પેઇન કીલર અને ઉંઘની દવાઓનો નશા માટે ઉપયોગ કરાતો હોવાનું સામે આવ્યુ છે. મોટી સંખ્યામાં દવાઓનો જથ્થો પકડી પડાયો છે. જો કે દવા મગાવનાર વ્યક્તિ હાલ ફરાર છે.

આ પણ વાંચો- Tender Today : ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા સિવિલ કામો માટે ટેન્ડર જાહેર, જાણો ટેન્ડર સબમીશનની છેલ્લી તારીખ

કેન્દ્રીય નાર્કોટિક્સ વિભાગે નશા માટે વપરાતી દવાઓનો જથ્થો પકડાયો

નાર્કોટિક્સ વિભાગને બાતમી મળી હતી કે NDPS ડ્રગ્સનું એક વિશાળ કન્સાઈનમેન્ટ ગેરકાયદેસર બજારમાં વાળવામાં આવશે. આ બાતમી અનુસાર નાર્કોટિક્સ વિભાગ દ્વારા દેખરેખ રાખવામાં આવી હતી. જે પછી સીબીએન, નવી દિલ્હી અને ડ્રગ વિભાગ, ગુજરાતની પ્રિવેન્ટિવ ટીમે દરોડો પાડીને અલ્પ્રાઝોલમ ટેબ્સ- 44,55,600 અને ટ્રામાડોલ કેપ્સ-57,87,052 સહિત કુલ-1,02,42,652 ટેબ્લેટ અને કેપ્સ્યુલ જપ્ત કરવામાં આવી હતી.

મહેસાણાની we care healthcare દ્વારા મગાવાયો હતો જથ્થો

મળતી માહિતી પ્રમાણે દવાઓનો આ જથ્થો મહેસાણાની we care healthcare દ્વારા મગાવવામાં આવ્યો હતો. દવાઓ મગાવનાર કંપનીનો માલિક હાલ જેલમાં છે. મહેસાણાનો મહેશ્વર હેલ્થકેર નામનો ડિસ્ટીબ્યુટર ફરાર છે. મહેસાણાથી દવાઓનો જથ્થો અલગ અલગ રાજ્યોમાં સપ્લાઇ થતો હોવાનું પણ સામે આવ્યુ છે.

મહત્વનું છે કે કેન્દ્રીય નાર્કોટિક્સ વિભાગ દ્વારા પહેલા દિલ્હી અને પછી રાજસ્થાનના બાડમેર અને સંચોલમાં પણ દરોડા પાડવામાં આવી ચુક્યા છે. જે કેસમાં 5 આરોપીઓ હાલ જેલમાં છે. આ દરોડા નવેમ્બર 2022 માં પાડવામાં આવ્યા હતા

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Published On - 1:47 pm, Sun, 23 April 23