Mahemdavad સિદ્ધિ વિનાયક દેવસ્થાન ખાતે વૈદિક હોળીનું ભવ્ય આયોજન

|

Mar 16, 2022 | 6:08 PM

હોળીને વિવિધ રંગોળીથી સજ્જ કરવામાં આવશે અને આ કાર્યમાં અને હોળીને સજાવવા માટે 20 ઉપરાંત કાર્યકરો રાત દિવસ સતત કામ જોતરાયેલા હોય છે. સાથે આ હોળીની ડિઝાઇન એક માસ અગાઉ સંઘ ના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી હતી.

Mahemdavad સિદ્ધિ વિનાયક દેવસ્થાન ખાતે વૈદિક હોળીનું ભવ્ય આયોજન
Mahemdavad Siddhivinayak Devasthan (File Image)

Follow us on

દેશમાં પ્રકૃતિના જતન અને પર્યાવરણની જાળવણી થાય તે માટે સતત 7 વર્ષથી દેવનગરી મહેમદાવાદ(Mahemdavad) સિદ્ધિ વિનાયક દેવસ્થાન ખાતે  સામૂહિક વૈદિક હોળી મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. આ વર્ષ પણ હોલિકા દહન(Holika Dahan)  પારંપરિક અને વૈદિક હોળી(Vedic Holi)  મહોત્સવનું આયોજન કરાયું છે. દેવનગરી મહેમદાવાદની સામુહિક અને વૈદિક હોળીનું અનોખો મહિમા છે. સિદ્ધિ વિનાયક દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સામુહિક વૈદિક હોળી મહોત્સવ પાછળ મુદ્દે ઉદ્દેશ હિન્દૂ સમાજમાં ભેદભાવ ભૂલી સમરસતા બને સાથે હિંદુ ધર્મમાં પરંપરાગત સંસ્કૃતિની જાળવણી સાથે તહેવારોનું ઉજવણી કરવામાં આવે સાથે પર્યવારણના જતન માટે તેમજ શુદ્ધ ઓક્સિજન મળે તે માટે હોળીકા દહનમાં વાપરવામાં આવતી ચીજ વસ્તુઓનું વિશેષ ધ્યાન આપવામાં આવે છે.. દેવનગરી મહેમદાવાદ ખાતે સામુહિક અને વૈદિક હોળીના દહન માટે સમળો, લીમડો સહિતના વિવિધ જાતના 15 હજાર કિલો લાકડાં તથા 2100 શ્રીફળ તથા 11 કિલો કપુર તથા ગૌછાણ માંથી બનેલા ૩ હજાર પુડા તથા શુદ્ધ ગાયનું દેશી ઘીનો વપરાશ કરવામાં આવશે.

દરેક વ્યક્તિ 11 ગૌછાણના પુડાં ઘી દ્વારા હોળીકા દહનમાં યોગદાન કરે

આ સાથે હોળીને વિવિધ રંગોળીથી સજ્જ કરવામાં આવશે અને આ કાર્યમાં અને હોળીને સજાવવા માટે 20 ઉપરાંત કાર્યકરો રાત દિવસ સતત કામ જોતરાયેલા હોય છે. સાથે આ હોળીની ડિઝાઇન એક માસ અગાઉ સંઘ ના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી હતી.સમાજ માં દરેક વ્યક્તિ 11 ગૌછા ણના પુડાં ઘી દ્વારા હોળીકા દહન માં યોગદાન કરે તે જેથી પ્રકૃતી નુ રક્ષણ અને શુદ્ધ ઓક્સિજન મળે તે મહેમદાવાદ ના સિદ્ધિ વિનાયક દેવસ્થાન દ્વારા અપીલ કરવામાં આવી હતી

નવ ઔષધિઓનો ઉપયોગ કરવાથી વાતાવરણમાં વાયરસને નિયંત્રિત કરી શકાય

સામાન્ય રીતે  હોળીનો મહત્વનો તહેવાર શિયાળો અને ઉનાળાની ઋતુની વચ્ચે આવે છે. આ સમય દરમિયાન વાયરલ રોગોનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે. લાકડાનો ઉપયોગ કરવાથી કાર્બનડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. જયારે વૈદિક હોળીમાં ઉપયોગમાં લેવાતા ગાયનું છાણ,ગાયનું ઘી,કપૂર,હવન સામગ્રી  અને  નવ ઔષધિઓનો ઉપયોગ કરવાથી વાતાવરણમાં વાયરસને નિયંત્રિત કરી શકાય છે.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

આ પણ  વાંચો : Porbandar : ફિશિંગ બોટના ડિઝલના ભાવમાં વધારો થતાં માછીમારોમાં રોષ, ભાવવધારો પાછો ખેંચવા કલેકટરને આવેદનપત્ર આપ્યું

આ પણ  વાંચો : Surat : શહેરની 131 શાળાઓમાં 12થી 14 વર્ષના બાળકોનું રસીકરણ અભિયાન શરૂ

Next Article