સરકારી કાર ઉપર તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણી કરાઈ, પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી

|

Aug 06, 2021 | 7:32 AM

રોફ જમાવી સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ માટે તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણીનો ટ્રેન્ડ હવે ચિંતાજનક સ્તરે વધી રહ્યો છે ત્યારે અંકલેશ્વર પંથકમાં સરકારી કાર ઉપર ઊભા રહી તલવારથી કેક કાપી બર્થ ડેની ઉજવણી કરાઈ હોવાનો વીડિયો વાયરલ હતો.

સમાચાર સાંભળો
સરકારી કાર ઉપર તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણી કરાઈ, પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી
The birthday was celebrated without fear of the law

Follow us on

અંકલેશ્વર તાલુકાના માંડવા ગામે ગવર્મેન્ટ ઓફ ગુજરાત(government of gujarat) લખેલી કાર પર ચઢી તલવાર વડે કેક કાપતા યુવાનનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ અંકલેશ્વર શહેર પોલીસે યુવાનને શોધી કાઢી જાહેરનામા ભંગના ગુના હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રોફ જમાવી સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ માટે તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણીનો ટ્રેન્ડ હવે ચિંતાજનક સ્તરે વધી રહ્યો છે ત્યારે અંકલેશ્વર પંથકમાં સરકારી કાર ઉપર ઊભા રહી તલવારથી કેક કાપી બર્થ ડેની ઉજવણી કરાઈ હોવાનો વીડિયો વાયરલ હતો.

સરકારી કાર ઉપર ઉભા રહી તલવારથી કેક કાપી જન્મદિવસની કરાયેલી જાહેરમાં ઉજવણીના વાઇરલ થયેલા વીડિયોએ ભરૂચ પંથકમાં ચર્ચા જગાવી હતી. વાયરલ થયેલા વિડીયો અંગે અંકલેશ્વર શહેર પોલીસે તપાસ કરતાં વિડીયો અંકલેશ્વર તાલુકાના માંડવા ગામનો હોવાનું બહાર આવ્યું છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

માંડવા ગામે રહેતા યુવાન આતિશ વસાવાનો જન્મ દિવસ હોય બર્થ ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને જાહેરમાં કોવિડ ગાઈડલાઇનના ધજાગરા ઉડાવતા માસ્ક વગર ન પહેરી સાથે સોશ્યલ ડિસ્ટન્સના પાલન વગર ઉજવણી કરવામાં આવી હતી.

પોલીસે યુવાન આતિશ વસાવાની જાહેરનામા ભંગના ગુના હેઠળ ધરપકડ કરી છે. બર્થ ડેની ઉજવણીમાં જે કારનો ઉપયોગ થયો હતો એના પર ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખવામાં આવ્યું હતું. આ અંગે તપાસ કરવામાં આવતા કાર અલ્કેશ પ્રજાપતિના નામ પર છે અને તે હાંસોટ નજીક ચાલી રહેલ ડી.બી.એલ. કંપનીના કોન્ટ્રાક્ટમાં ફરતી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે સુરત પાર્સિંગની સ્વિફ્ટ ડિઝાયર કાર માલિક અંગે પણ તપાસ શરૂ કરી છે. કારમાં રહેલા ગેરકાયદેસર ગવર્મેન્ટ ઓફ ગુજરાતના લગાવેલા બોર્ડ અંગે પણ વધુ કાર્યવાહી ચલાવાઈ રહી છે.

 

આ પણ વાંચો :  ગુજરાતમાં શિક્ષકો પડતર પ્રશ્નોને લઈને લડી લેવાના મૂડમાં, કોરોનાને પગલે શરૂ કર્યું ઓનલાઇન આંદોલન

 

આ પણ વાંચો :  AHMEDABAD : રેસીડેન્ડ ડોક્ટરોની હડતાળને કારણે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા હજારો દર્દીઓ રસ્તે રઝળ્યા

Next Article