જામનગરમાં અતિવૃષ્ટિથી તુટેલા કોઝવે અને બ્રિજના સમારકામ થશે, પ્રધાન પૂર્ણેશ મોદીએ રુ. 35 કરોડના કામ મંજુર કર્યા

|

Feb 09, 2022 | 2:07 PM

પંચાયત હસ્તકના રસ્તાઓ પર હયાત કોઝવે તથા નાળા પર નવા પુલ તથા સી.ડી.વર્કસ બનાવવાની કામગીરી થશે. તો જામનગર તાલુકાના મુખ્ય જીલ્લા માર્ગ હેઠળ રૂ.330 કરોડના ખર્ચે મેજર બ્રીજ બનાવવામાં આવશે.

જામનગરમાં અતિવૃષ્ટિથી તુટેલા કોઝવે અને બ્રિજના સમારકામ થશે, પ્રધાન પૂર્ણેશ મોદીએ રુ. 35 કરોડના કામ મંજુર કર્યા
Roads and Housing Minister Purnesh Modi

Follow us on

ગત ચોમાસા (Monsoon)માં જામનગર (Jamnagar)માં અતિવૃષ્ટિ (Heavy rain)ના કારણે ઘણા રોડ-નાળા-કોઝવે તથા પુલ તુટી ગયા હતા. જે બાદ હજુ સુધી લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. આ હાલાકી લોકો વધુ સમય ન ભોગવે તે માટે માર્ગ અને મકાન પ્રધાન પૂર્ણેશ મોદી મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જામનગર અને કાલાવડ તાલુકાના કોઝવે-માઈનોર બ્રીજ તથા પુલ અને પ્રોટેક્શન વોલ નવીનીકરણની કામગીરી માટે રૂ. 35 કરોડના કામો મંજુર કરવામાં આવ્યા છે. આ જાહેરાતને પગલે કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માર્ગ અને મકાન પ્રધાન પુર્ણેશ  મોદી (Purnesh Modi)નો આભાર વ્યક્ત કર્યો છે.

માર્ગ અને મકાન વિભાગ પ્રધાન પૂર્ણેશ મોદી દ્વારા પંચાયત હસ્તકના જામનગર જીલ્લાના અને કાલાવડ તાલુકાના ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે તૂટી ગયેલ રોડ-નાળા-કોઝવે તથા પુલના સમારકામને મંજુરી આપી છે. ‘મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના’ હેઠળ પંચાયત હસ્તકના રસ્તાઓ પર કોઝવે-માઈનોર બ્રીજ તથા પુલ અને પ્રોટેક્શન વોલ બનાવવાની યોજના હેઠળ કામો મંજુર કરી તેમના જોબ નંબર પણ આપી દેવાયા છે.

પંચાયત હસ્તકના રસ્તાઓ પર હયાત કોઝવે તથા નાળા પર નવા પુલ તથા સી.ડી.વર્કસ બનાવવાની કામગીરી થશે. તો જામનગર તાલુકાના
મુખ્ય જીલ્લા માર્ગ હેઠળ રૂ.330 કરોડના ખર્ચે મેજર બ્રીજ બનાવવામાં આવશે. મતવા ટૂ નાની માટલી રોડ નોન પ્લાન રોડ રૂ.૩૦ લાખના ખર્ચે નવો કોઝવે બનાવવામાં આવશે. તો હર્ષદપુર નાઘુના કોંઝા રોડ પર રૂ.200 લાખના ખર્ચે માઈનોર બ્રીજ તથા પ્રોટેક્શન વોલ બનાવવામાં આવશે. સાથે જ મતવા ટૂ ઓલ્ડ ધુતારપુર રોડ પર રૂ. ૩૦ લાખના ખર્ચે કોઝવે બનાવવામાં આવશે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

મુખ્ય જીલ્લા માર્ગ હેઠળ મોટી બાણુંગારથી રૂ.150 લાખના ખર્ચ માઈનોર બ્રીજ બનાવવામાં આવશે, લોઠીયા ખોજા બેરજા રોડ પર રૂ.180 લાખના ખર્ચે માઈનોર બ્રીજ બનાવવામાં આવશે. મુખ્ય જીલ્લા માર્ગ હેઠળ મતવા ટૂ જોઈન એસ.એચ. પર રૂ.110 લાખના ખર્ચે માઈનોર બ્રીજ તથા કોઝવે બનાવવામાં આવશે. તો બેડ રસુલનગર રોડ પર રૂ.40 લાખના ખર્ચે માઈનોર બ્રીજ બનાવામાં આવશે. ચંગા ટૂ જોઈન એસ.એચ.પર રૂ. 60 લાખના ખર્ચે કોઝવે બનાવામાં આવશે. લાવડીયા-મકવાણા-ઢઢા રોડ પર રૂ. 320 લાખના ખર્ચે માઈનોર બ્રીજ બનાવવામાં આવશે. ચંદ્રગઢ ટૂ ચંદ્રગઢ પાટીયા જોડતો રોડ પર રૂ. 200 લાખના ખર્ચે માઈનોર બ્રીજ બનાવવામાં આવશે.

મતવા ટૂ હનુમાન મંદિર(આવરીયા ડેમ) રોડ પર રૂ.30 લાખના ખર્ચે કોઝવે બનાવવામાં આવશે.નાની માટલી ટૂ મેડી રોડ પર રૂ.30 લાખના ખર્ચે કોઝવે બનાવવામાં આવશે. મોટી લાખાણી-નાની લાખાણી રોડ પર રૂ. 100 ખર્ચે કોઝવે બનાવવામાં આવશે.બાડા સૂર્યાપરા રોડ પર રૂ. 70 લાખના ખર્ચે માઈનોર બ્રીજ બનાવવામાં આવશે. મોડા-નેવી મોડા રોડ પર રૂ. 150 લાખના ખર્ચે માઈનોર બ્રીજ બનાવવામાં આવશે. ખંભાલીડા-રવાણી ખીજડીયા-રોજીયા રોડ પર રૂ. 650 લાખના ખર્ચે મેજર બ્રીજ બનાવવામાં આવશે. મોટા થાવરિયા થી અલીયા રોડ પર રૂ.400 લાખના ખર્ચે મેજર બ્રીજ બનાવવમાં આવશે. વિજરખી-મિયાત્રા-નાના થાવરિયા-હડમતીયા રોડ પર રૂ. 80 લાખના ખર્ચે માઈનોર બ્રીજ બનાવવમાં આવશે. વસઈ-આમારા-જીવાપર રોડ પર રૂ.100 લાખના ખર્ચે ત્રણ માઈનોર બ્રીજ બનાવવામાં આવશે. ધુતારપર-સુમરી-ખારાવેઢા-પીઠડીયા રોડ પર રૂ. 80 લાખના ખર્ચે હયાત બ્રીજ પર ચાર ગાળા વધારવાનું કામ થશે, તેમજ કાલાવડ તાલુકામાં મેઘપર-રોજીયા-વિભાણયા રોડ પર રૂ.160 લાખના ખર્ચે માઈનોર બ્રીજ બનાવવામાં આવશે.

આ કામો મંજુર થતા કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માર્ગ અને મકાન પ્રધાન પુર્ણેશભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો-

Rajkot શહેર પોલીસ વિરુદ્ધ એક પછી એક આરોપો, હવે ક્રાઇમ બ્રાન્ચ પર ગોડાઉન પચાવી પાડવાનો આરોપ

આ પણ વાંચો-

IPL 2022 Gujarat Titans : હરાજી પહેલા મોટી જાહેરાત,હાર્દિક પંડ્યાની ટીમનું નામ ગુજરાત ટાઇટન્સ

Published On - 1:53 pm, Wed, 9 February 22

Next Article