વડોદરામાં કાર ખાડામા પડતા, રૂ. 8,00,940ની નુકસાની ભરપાઈ કરવા મનપાને ફટકારાઈ નોટિસ

વડોદરા શહેરના કરોડીયા-ઉંડેરા રોડ પર થયેલા અકસ્માત મામલે વડોદરા મહાનગરપાલિકા (VMC) સામે કાનૂની કાર્યવાહીનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. રોડ ખોદકામ દરમિયાન જરૂરી સલામતીના પગલાં ન રાખવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે મનપાને રૂ. 8,00,940ની નુકસાનીની ભરપાઈ માટે કાનૂની નોટિસ મોકલવામાં આવી છે.

વડોદરામાં કાર ખાડામા પડતા, રૂ. 8,00,940ની નુકસાની ભરપાઈ કરવા મનપાને ફટકારાઈ નોટિસ
| Updated on: Jul 14, 2026 | 7:51 PM

ચોમાસા દરમિયાન શહેરી વિસ્તારોમાં વિકાસના કામકાજ માટે રોડ ખોદી કાઢવામાં આવે છે. જો કે, યોગ્ય સમારકામ ના કરાતા ખોદી કાઢવામાં આવેલ રોડને લઈને અનેક લોકોને સમસ્યા- મુશ્કેલી વેઠવી પડતી હોય છે. આવો જ એક કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકાના વિસ્તારમાં આંતરમાળખાકિયા સુવિધા માટે ખોદવામાં આવેલ ખાડા બાદ યોગ્ય પુરાણના અભાવે એક કારચાલક તેમા ખાબક્યો હતો. મહાનગરપાલિકાની ભૂલનો ભોગ બન્યો હોવાનું અને તેના લીધે જ મોંધીદાટ કારને વ્યાપક નુકસાન થયાનું કારણ આપીને કારચાલકે વડાદરા મહાનગરપાલિકાને મોસમોટી ફિ ચુકવવા માટે નોટિસ ફટકારી છે.

વડોદરા શહેરના કરોડીયા-ઉંડેરા રોડ પર થયેલા અકસ્માત મામલે વડોદરા મહાનગરપાલિકા (VMC) સામે કાનૂની કાર્યવાહીનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. રોડ ખોદકામ દરમિયાન જરૂરી સલામતીના પગલાં ન રાખવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે મનપાને રૂ. 8,00,940ની નુકસાનીની ભરપાઈ માટે કાનૂની નોટિસ મોકલવામાં આવી છે.

નોટિસમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે રોડ પર ચાલી રહેલા ખોદકામ દરમિયાન કોઈપણ પ્રકારના ચેતવણી બોર્ડ, બેરિકેડ અથવા રિફ્લેક્ટર મૂકવામાં આવ્યા નહોતા. જેના કારણે રાત્રિના સમયે વાહનચાલકોને જોખમની જાણ થઈ શકી નહીં અને કાર ખાડામાં ખાબકતાં અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં કિયા સેલ્ટોસ કારને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું નોટિસમાં જણાવાયું છે. કારના સમારકામ પાછળ રૂ. 4,00,940નો ખર્ચ થયો હોવાનું દાવો કરવામાં આવ્યો છે. ઉપરાંત અકસ્માતને કારણે ભોગવવી પડેલી માનસિક યાતના અને અસુવિધા બદલ રૂ. 4 લાખના વળતરની પણ માંગ કરવામાં આવી છે.

With input Anjali Dave Vadodara

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસના 38 દોષિતોની ફાંસીની સજા યથાવત રાખતી ગુજરાત હાઇકોર્ટ, 2223 પાનાનો વિગતવાર ચુકાદો જાહેર

Follow Us