અમદાવાદમાં શાહઆલમમાં પોલીસ પર પથ્થરમારાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે આજે 15 આરોપીઓની ધરપકડ કરી છે. અત્યાર સુધી ધરપકડનો આંક 64 સુધી પહોંચ્યો છે. ત્યારે લોકોની લાગણીઓને ભડકાવતા વીડિયોને લઈને ઉમરખાનની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના કહેવા પ્રમાણે ઉમરખાન કોંગ્રેસ લઘુમતી સેલના સેક્રેટરી છે અને તેના પર ઉત્તરપ્રદેશમાં પોલીસદમનનો વીડિયો શાહઆલમનો બતાવી લોકોને ઉશ્કેરવાનો આરોપ છે.
આ પણ વાંચોઃ ગાંધીનગરમાં આવતીકાલે મુખ્યપ્રધાનની હાજરીમાં કમલમ્ ખાતે CAA અને NRC મુદ્દે અગત્યની બેઠક
આ ઉપરાંત હિંસા માટે મહેબૂબ ખાન અને શરીફ ખાન બિલ્ડર્સના નામથી ચાલતુ વોટ્સગ્રૂપ પણ જવાબદાર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. 17 અને 18 ડિસેમ્બરે આ લોકોએ રેલી માટે પોલીસની મંજૂરી માગી હતી. પરંતુ મંજૂરી ના મળતા આરોપીઓએ વીડિયો બનાવીને લોકોને ઉશ્કેર્યા હતા. પથ્થરમારાના ત્રણ દિવસે પહેલા શહેઝાદ ઉર્ફે સન્ની અને મુફીસ અહેમદ અંસારીએ બેઠક કરી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો