Breaking News : વિશ્વનું સૌથી મોટું સુરતનું બિઝનેસ બિલ્ડિંગ ‘ડાયમંડ બુર્સ’ થશે કાર્યરત, PM મોદીના હસ્તે મુકાઇ શકે છે ખુલ્લુ

|

Jul 15, 2023 | 10:25 AM

ડાયમંડ બુર્સમાં હીરાનો કારોબાર શરૂ કરવા માટેની તારીખ નક્કી કરવામાં આવી છે. આગામી 21 નવેમ્બર 2023થી ડાયમંડ બુર્સમાં શુભારંભ થશે. PM મોદીના હસ્તે ડાયમંડ બુર્સ બિલ્ડિંગને ખુલ્લું મુકાઇ શકે છે.

Breaking News : વિશ્વનું સૌથી મોટું સુરતનું બિઝનેસ બિલ્ડિંગ ડાયમંડ બુર્સ થશે કાર્યરત, PM મોદીના હસ્તે મુકાઇ શકે છે ખુલ્લુ

Follow us on

Surat : વિશ્વનું સૌથી મોટું સુરતનું બિઝનેસ બિલ્ડિંગ ‘ડાયમંડ બુર્સ’ (Diamond Burs)નજીકના સમયમાં કાર્યરત થવા જઇ રહ્યુ છે. ડાયમંડ બુર્સમાં હીરાનો કારોબાર (Diamond business) શરૂ કરવા માટેની તારીખ નક્કી કરવામાં આવી છે. આગામી 21 નવેમ્બર 2023થી ડાયમંડ બુર્સમાં શુભારંભ થશે. PM નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) હસ્તે ડાયમંડ બુર્સ બિલ્ડિંગને ખુલ્લું મુકાઇ શકે છે.

આ પણ વાંચો-Breaking News : વિશ્વનું સૌથી મોટું સુરતનું બિઝનેસ બિલ્ડિંગ ‘ડાયમંડ બુર્સ’ થશે કાર્યરત, PM મોદીના હસ્તે મુકાઇ શકે છે ખુલ્લુ

160 ડાયમંડ કંપનીઓ ટ્રેડિંગ શરૂ કરવા સહમતિ દર્શાવી

અગાઉ 190 હીરાની કંપનીઓએ ડાયમંડ બુર્સ ખાતે ઓફિસ શરૂ કરવા સહમતી આપી છે. સુરત શહેરના ખજોદ સુરત ડ્રીમ સિટીનાં એક મહત્વના પ્રોજેક્ટ તરીકે નિર્માણ પામેલા વિશ્વના સૌથી મોટા બુર્સ, સુરત ડાયમંડ બુર્સમાં 21 નવેમ્બર 2023થી સુરત અને મુંબઈની વધુ 160 ડાયમંડ કંપનીઓ ટ્રેડિંગ શરૂ કરવા સહમતિ દર્શાવી છે. એ સાથે કુલ 350 કંપનીઓએ 21 નવેમ્બરથી હીરાનો વેપાર શરૂ કરવાની તૈયારીઓ કરી છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

350 કંપનીઓ 21 નવેમ્બરથી વેપાર શરૂ કરશે

ડાયમંડ અગ્રણી દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે વધુ 160 કંપનીઓએ વેપાર શરૂ કરવા લેખિત સહમતિ મોકલી છે. 350 કંપનીઓ 21 નવેમ્બરથી વેપાર શરૂ કરશે. ત્રણ દિવસમાં અન્ય બીજી કંપનીઓએ પણ સહમતિ પત્રો મોકલવા જણાવ્યું છે, એ જોતાં ત્રણ દિવસ પછી ત્રીજી યાદી જાહેર કરીશું. અગાઉ બુર્સ કમિટીના પ્રવક્તા પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ આગામી દશેરાના દિવસે ડાયમંડ બુર્સમાં આવેલી ડાયમંડ કંપનીઓ પોતાની ઓફિસમાં કુંભ ઘડો મુકશે અને 21 નવેમ્બરથી વેપાર શરૂ કરશે એવી જાહેરાત કરી ચુક્યા છે.

SDBમાં અંદાજે 4,500 ઓફિસોનો સમાવેશ

આગામી 21 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડાયમંડ બુર્સ ઉપરાંત એરપોર્ટ, સુરત રેલવે સ્ટેશન અને અન્ય લોજીસ્ટિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનાં પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરે એવી શક્યતા છે.સુરતમાં ડાયમંડ બુર્સ બનીને તૈયાર છે. 5,55,720 સ્કવેર ફૂટ એરિયામાં આવેલી ઓફિસોનું ઇન્ટીરીયરનું કામ પુર્ણ થવાની તૈયારીમાં છે. સુરત ડાયમંડ બુર્સમાં 4600 ઓફિસ રૂપિયા 3000 કરોડના ખર્ચે બાંધવામાં આવી છે. SDBમાં અંદાજે 4,500 ઓફિસોનો સમાવેશ થાય છે.

અત્યારે 350 ડાયમંડ કંપનીઓએ 21 નવેમ્બરથી વેપાર શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. એસડીબીના અગ્રણી દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, 21 નવેમ્બરથી માત્ર હીરાના વેપારીઓની ઓફિસોની સાથે, સેફ ડિપોઝીટ વોલ્ટ, કસ્ટમઝોન, બેન્ક, અને રેસ્ટોરન્ટની સુવિધાઓ પણ શરૂ થશે. સૂત્રોના જણાવ્યા મુજબ સુમુલ ડેરીએ અહીં માસ્ટર શેફ રેસ્ટોરન્ટ શરૂ કરવાની તૈયારી દાખવી છે. અમૂલ પણ અહીં આઉટલેટ શરૂ કરે એવી શક્યતા છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:59 am, Sat, 15 July 23

Next Article