Breaking News : ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી, આ વિસ્તારોમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી જોવા મળશે

|

Mar 08, 2023 | 4:33 PM

ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં ફરી કમોસમી વરસાદ વરસશે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાકને લઈને રાજ્યમાં કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ થવાની આગાહી કરી છે. તેમજ ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી જોવા મળશે.

Breaking News : ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી, આ વિસ્તારોમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી જોવા મળશે

Follow us on

ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં ફરી કમોસમી વરસાદ વરસશે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાકને લઈને રાજ્યમાં કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ થવાની આગાહી કરી છે. તેમજ ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી જોવા મળશે.બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, રાજકોટ, અમરેલી, જુનાગઢ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી અને પાટણમાં વરસાદ રહેશે. આગામી ત્રણ કલાક રાજ્યમાં કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે. તેમજ 40 કિલોમીટરની ઝડપે પવન ફુકાઈ શકે છે.

આગામી દિવસોમાં ઘણા વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી

રાજસ્થાન પર સર્જાયેલા સર્ક્યુલેશનથી માવઠાનો માર જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ યથાવત રહેશે. અમરેલી, રાજકોટ, ભાવનગર, ગીર-સોમનાથમાં સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

માવઠાના પગલે પાકને નુકસાન

રાજ્યમાં સાર્વત્રિક વરસાદને પગલે ઘઉ, કેરી, ચણા, ચીકુ, જીરૂ સહિતના પાકને નુકસાન થવાની આશંકા છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.હાલમાં થયેલા માવઠાથી વરિયાળી, તમાકુ, બાગાયતી પાકને ભારે નુકસાન પહોંચ્યુ છે. હાલ તો કુદરતી પ્રકોપ સામે લાચાર ખેડૂતો વહેલામાં વહેલી તકે સરવે કરી સહાય ચૂકવવા સરકાર સમક્ષ માગ કરી રહ્યા છે.

રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ બનાવ્યા 'એબ્સ'
દેશનું અનોખું રેલવે સ્ટેશન, જે અડધુ ગુજરાતમાં અને અડધુ મહારાષ્ટ્રમાં
ગુજરાતમાં છે અનોખુ બે અક્ષરવાળું રેલવે સ્ટેશન, જાણો નામ ?
High Blood Sugar : 400 સુગર લેવલ ઝડપથી કંટ્રોલ કરશે મખાના, જાણો ખાવાની રીત
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
Rahu Dosh Signs : રાહુ દોષ છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય?

આગાહી મુજબ બનાસકાંઠામાં વરસાદ

બીજી તરફ હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં સતત ચાર દિવસથી ભારે પવન અને કરા સાથે વરસાદ પડી રહ્યો છે. કુદરતના માર સામે ખેડૂતોની હાલત દયનીય બની છે.

સમગ્ર દેશમાં કમોસમી વરસાદની આગાહી

માત્ર ગુજરાત જ નહીં દેશભરમાં ધૂળેટીના દિવસે કમોસમી વરસાદ થવાની આગાહી છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે  અનેક રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. IMDએ દેશની રાજધાની દિલ્લીમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. મધ્ય ભારત તેમજ પશ્ચિમ ભારતના રાજ્યોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.

Published On - 3:53 pm, Wed, 8 March 23

Next Article