Breaking News : સાગરદાણ કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરી દોષિત જાહેર, કોર્ટે 7 વર્ષની સજા ફટકારી

દૂધસાગર ડેરીના નિયામક મંડળના સભ્યો પણ દોષિત જાહેર કરાયા છે. તો 4 આરોપીઓને લાભ આપી નિર્દોષ જાહેર કરાયા છે.

Breaking News : સાગરદાણ કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરી દોષિત જાહેર, કોર્ટે 7 વર્ષની સજા ફટકારી
| Edited By: | Updated on: Jul 13, 2023 | 1:03 PM

Mehsana : મહેસાણાની ડિસ્ટ્રીક્ટ કોર્ટે (District Court) આપ્યો સૌથી મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સાગરદાણ કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરી (Vipul Chaudhary) દોષિત જાહેર થયા છે. દૂધસાગર ડેરીના (Dudhsagar Dairy) નિયામક મંડળના સભ્યો પણ દોષિત જાહેર કરાયા છે. તો 4 આરોપીઓને લાભ આપી નિર્દોષ જાહેર કરાયા છે. હાલમાં સમગ્ર કેસ મામલે કોર્ટ કાર્યવાહી ચાલુ જ છે. કોર્ટે વિપુલ ચૌધરીને 7 વર્ષની સજા ફટકારી છે.

મહેસાણાની ડિસ્ટ્રીક્ટ કોર્ટે આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. વર્ષ 2014માં સાગરદાણ કૌભાંડ કેસમાં 22 આરોપી વિરૂદ્ધ  ફરિયાદ થઇ હતી. આ કેસમાં મહેસાણાની ડિસ્ટ્રીક્ટ કોર્ટે ચુકાદો આપ્યો છે. આરોપીઓમાં વિપુલ ચૌધરી, ડેરીના MD સહિત ડિરેક્ટર-કર્મચારીઓનો સમાવેશ હતો. આ કેસના 22 આરોપીઓ પૈકી 3 આરોપીઓના મોત થયા હતા. ત્યારે આ કેસમાં વિપુલ ચૌધરી દોષિત જાહેર થયા છે. કોર્ટે કૌભાંડમાં સામેલ 15 આરોપીઓને 7 વર્ષની સજા ફટકારી છે. 4 આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરાયા છે.

આ પણ વાંચો-સુરત શહેરમાં સુડાના આઉટર રિંગ રોડના પ્રથમ તબક્કાના રૂટનું આજે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ, જુઓ Video

શું છે કૌભાંડોનું ‘સાગર’દાણ કેસ ?

સમગ્ર કેસની વાત કરીએ તો દૂધસાગર ડેરીમાંથી મહારાષ્ટ્રમાં સાગર દાણ મોકલવામાં આવ્યુ હતું. કોઇપણ મંજૂરી વિના આ સાગર દાણ મહારાષ્ટ્ર મોકલવામાં આવ્યુ હતું. મહારાષ્ટ્રની મહાનંદા ડેરીને સાગરદાણ મોકલવામાં આવ્યું હતું. જેના કારણે દૂધસાગર ડેરીને રૂપિયા 22 કરોડનું નુકસાન થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિપુલ ચૌધરીને NDDBના ચેરમેન બનવાની ઇચ્છા હતી. જેથી તત્કાલિન કૃષિમંત્રીને રિઝવવા સાગરદાણ મોકલાયાનો તેમના પર આરોપ હતો. તે સમયે તત્કાલિન કૃષિમંત્રી પદે શરદ પવાર સત્તામાં હતા. GMMFCની મંજૂરી વિના જ સાગરદાણ મહારાષ્ટ્ર મોકલાયું હતું. દાણ મોકલવા મહારાષ્ટ્રમાં દુકાળનું કારણ આગળ ધરાયું હતું.

વિપુલ ચૌધરી પર શું આરોપ અને શું છે ઘટનાક્રમ ?

ચૂંટણી લડી વિપુલ ચૌધરી દૂધસાગર ડેરીના ચેરમેન બન્યા હતા. જે પછી 17 ઓગસ્ટ 2018ના રોજ વિપુલ ચૌધરીને સમગ્ર સાગર દાણ કૌભાંડના જવાબદાર ઠેરવાયા હતા. જે પછી 30 દિવસમાં વિપુલ ચૌધરીને રકમ પરત કરવા આદેશ કરાયો હતો અને વિપુલ ચૌધરીને ડેરીની ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવાયો હતો.

જો કે પ્રતિબંધ હોવા છતાં વિપુલ ચૌધરી ડેરીની ચૂંટણી લ઼ડ્યા હતા. ચૂંટણી લડી વિપુલ ચૌધરી દૂધસાગર ડેરીના ચેરમેન બન્યા હતા. ભાજપમાં હતા ત્યારે વિપુલ ચૌધરી GMMFCના ચેરમેન પણ બન્યા હતા. જો કે ચેરમેન બન્યા બાદ તેમને હાઇકોર્ટના આદેશથી બરતરફ કરાયા હતા. વિપુલ ચૌધરી ભાજપાની સરકારમાં ગૃહમંત્રી હતા. વિપુલ ચૌધરી ભાજપમાંથી વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા.

મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:19 pm, Thu, 13 July 23