Breaking News : બોટાદના સાળંગપુર મંદિર પરિસરમાં અજાણ્યા વ્યક્તિ દ્વારા તોડફોડ, હનુમાનજીના ભીંતચિંત્ર પર કર્યો કાળો રંગ

|

Sep 02, 2023 | 2:17 PM

Salangpur Temple Controversy : એક તરફ બોટાદના સાળંગપુર મંદિર પરિસરમાં કિંગ ઓફ સાળંગપુરનૂ મૂર્તિ નીચે કરાયેલા હનુમાનજીના ભીંતચિંત્રને લઇને વિવાદ ચાલી રહ્યો છે. બીજી તરફ અજાણ્યા ભક્ત દ્વારા વિવાદીત ભીંતચિંત્ર પર કાળો રંગ કરવામાં આવ્યો છે. સાથે જ હનુમાનજીના ભીંતચિત્રોને લાકડી વડે તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેને લઇને કાળો રંગ કરનાર વ્યક્તિની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.

Breaking News : બોટાદના સાળંગપુર મંદિર પરિસરમાં અજાણ્યા વ્યક્તિ દ્વારા તોડફોડ, હનુમાનજીના ભીંતચિંત્ર પર કર્યો કાળો રંગ

Follow us on

Botad : એક તરફ બોટાદના સાળંગપુર મંદિર (Salangpur temple) પરિસરમાં કિંગ ઓફ સાળંગપુર નામે જાણીતી હનુમાનજીની મૂર્તિ નીચે કરાયેલા  ભીંતચિંત્રને લઇને વિવાદ ચાલી રહ્યો છે. બીજી તરફ અજાણ્યા ભક્ત દ્વારા વિવાદીત ભીંતચિંત્ર પર કાળો રંગ કરવામાં આવ્યો છે. સાથે જ હનુમાનજીના ભીંતચિત્રોને લાકડી વડે તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેને લઇને કાળો રંગ કરનાર વ્યક્તિની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.

આ પણ વાંચો-Tender Today : નર્મદા યોજના, ડભોઇ હેઠળની કચેરીઓ માટે ભાડે ડીઝલ વાહન પુરા પાડવા માટે ટેન્ડર જાહેર

શું બની ઘટના ?

સાળંગપુર મંદિરમાં કિંગ ઓફ સાળંગપુરનૂ મૂર્તિ નીચે લગાવાયેલા હનુમાનજીના ભીંતચિંત્રને લઇને છેલ્લા એક સપ્તાહ કરતા વધુ સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે બોટાદના સાળંગપુર મંદિરમાં પહેલેથી જ પોલીસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવેલી છે. તેમ છતા આજે એક વ્યક્તિ અચાનક કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ પાસે પહોંચી જાય છે અને લગાવેલા ભીંતચિત્રો પર કાળો રંગ લગાવે છે એટલુ જ નહીં તેના પર લાકડીથી પ્રહાર પણ કરે છે. લાકડીથી પ્રહાર કરતા ભીંતચિત્રોને નુકસાન થયુ હોવાનું પણ સામે આવ્યુ છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

જાણો કોણ છે લાકડીથી હુમલો કરનાર વ્યક્તિ

ભીંતચિત્રો પર લાકડીથી હુમલો કરનાર વ્યક્તિ સાળંગપુરની નજીક આવેલા ચારણકી ગામ રહે છે અને તેનું નામ હર્ષદ ગઢવી હોવાનું સામે આવ્યુ છે. તે સંકલ્પ સિદ્ધ ગજાનન આશ્રમનો સંચાલક છે. આ વ્યક્તિ બેરીકેટ તોડીને સ્ટેજ પર પહોંચી ગયો હતો. મળતી માહિતી પ્રમાણે હર્ષદ ગઢવી નામનો વ્યક્તિ સનાતન ધર્મમાં માને છે અને છેલ્લા એક સપ્તાહથી સાળંગપુર મંદિરમાં ચાલતા વિવાદને લઇને તેનામાં આક્રોશ હતો. જેના પગલે તેણે આ હુમલો કર્યો હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

આ  ઘટનાની જાણ થતા જ પોલીસે આ વ્યક્તિની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. ઘટના બનતા DySP સહિતના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાલ તો હર્ષદ ગઢવીની પુછપરછ હાથ ધરવામાં આવી છે.

સાળંગપુર ભીતચિત્રો ઉપર કાળો રંગ અને તોડફોડ મામલે મદિર વિભાગ દ્વારા 54 ફૂટ પ્રતિમા વાળો સમગ્ર વિસ્તાર કોર્ડન કરી દેવામાં આવ્યો છે. પહેલા માત્રને માત્ર મૂર્તિ પાસેનો વિભાગ કોર્ડન કરવામાં આવ્યો હતો. વિવાદ વકરતા હાલ સમગ્ર 54 ફૂટ મૂર્તિ વાળો વિસ્તાર કોર્ડન કરવામાં આવ્યો છે. હવે હરિભક્તોને દૂરથી જ દર્શન કરવા પડશે.

મહત્વનું છે કે સાળંગપુરમાં હનુમાનજીના વિવાદિત ભીંતચિત્રો મામલે સાધુ-સંતો અને ભક્તોનો વિરોધ જોવા મળી રહ્યો છે. સાધુઓએ નારાજગી વ્યક્ત કરી તાત્કાલિક ભીંતચિત્રો હટાવવાની માગણી કરી છે. જે પછી બોટાદ કુંડળધામ સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ વિવાદ બાદ ફેરફાર કરવામાં આવ્યો છે. હનુમાનજીની મૂર્તિને  આસન આપવામાં આવ્યુ છે. અગાઉ મૂર્તિ જમીન પર જ રાખવામાં આવી હતી.

 

 બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:02 pm, Sat, 2 September 23

Next Article