Breaking News : USમાં ડિંગુચાના પરિવારના મોતના અપરાધીઓને મળી સજા, અમેરિકાને કોર્ટે 2 લોકોને આપી 10-10 વર્ષની સજા

ડિંગુચા ગામના પટેલ પરિવારના અમેરિકા જવાના પ્રયાસ દરમિયાન થયેલા ભયાનક મોતના મામલે હવે નવો વળાંક આવ્યો છે. માનવ તસ્કરીના આરોપમાં મિનેસોટાની ફેડરલ કોર્ટે બે આરોપીને આખરે સજા સંભળાવી છે. મુખ્ય સૂત્રધાર હર્ષ પટેલ અને તેના સાગરીત સ્ટીવ એન્થની શેન્ડને દોષિત ઠેરવ્યા છે અને બંનેને 10-10 વર્ષની જેલની સજા સંભળાવી છે.

Breaking News : USમાં ડિંગુચાના પરિવારના મોતના અપરાધીઓને મળી સજા, અમેરિકાને કોર્ટે 2 લોકોને આપી 10-10 વર્ષની સજા
| Updated on: May 29, 2025 | 2:15 PM

ડિંગુચા ગામના પટેલ પરિવારના અમેરિકા જવાના પ્રયાસ દરમિયાન થયેલા ભયાનક મોતના મામલે હવે નવો વળાંક આવ્યો છે. માનવ તસ્કરીના આરોપમાં મિનેસોટાની ફેડરલ કોર્ટે બે આરોપીને આખરે સજા સંભળાવી છે. મુખ્ય સૂત્રધાર હર્ષ પટેલ અને તેના સાગરીત સ્ટીવ એન્થની શેન્ડને દોષિત ઠેરવ્યા છે અને બંનેને 10-10 વર્ષની જેલની સજા સંભળાવી છે.

19 જાન્યુઆરી 2022ના રોજ કેનેડાની સરહદ નજીક, એક જ પરિવારના ચાર સભ્યો — પતિ, પત્ની અને તેમના બે બાળકોના મૃતદેહ ઠંડીમાં ઠુંઠવાયા હતા. આ પરિવાર કેનેડાથી અમેરિકાની સરહદ ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. આ ઘટનામાં પરિવારના ચારેય સભ્યોનું મોત થયુ હતુ.

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ગુજરાતના ડિંગુચાના રહેવાસી હર્ષ પટેલે આ પરિવારને અમેરિકા પહોંચાડવાની યોજના બનાવી હતી. તેણે આ કાર્ય માટે સ્ટીવ એન્થની શેન્ડની મદદ લીધી હતી. હવે, બંનેને માનવ તસ્કરીના ગુનાઓ માટે દોષિત માનીને કોર્ટએ 10 વર્ષની કઠોર સજા ફટકારી છે. આ કેસ વિશ્વભરના ગુજરાતી સમુદાયમાં ગહન દુ:ખ અને ચિંતાનો વિષય બની રહ્યો હતો. હવે આ ચુકાદા સાથે ન્યાયની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.

કોણ છે હર્ષ પટેલ ?

હર્ષ પટેલ એ એક કુખ્યાત માનવ તસ્કર છે, જે લોકોમાં ‘ડર્ટી હેરી’ તરીકે ઓળખાય છે. તેણે ભારતમાંથી અનેક લોકોને સ્ટુડન્ટ વિઝા પર કેનેડા મોકલવાનો વ્યવસાય ચાલુ કર્યો હતો. ત્યારબાદ એ લોકોને ગેરકાયદે રીતે કેનેડાથી અમેરિકાની સરહદ ક્રોસ કરાવતો હતો. ડિંગુચા ગામના પટેલ પરિવારને પણ તેણે આવા જ રીતે અમેરિકા પહોંચાડવાનું કામ સ્વીકાર્યું હતું. આ કામગીરી માટે તેણે પોતાના સાગરીત સ્ટીવ એન્થની શેન્ડને ડિંગુચા પરિવારની જવાબદારી સોંપી હતી. દુર્ભાગ્યવશ, બોર્ડર ક્રોસ કરતી વખતે ઠંડીમાં ઠુંઠવાઇને ડિંગુચા પરિવારના ચારેય સભ્યોનું કરૂણ મોત થયુ હતુ.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:28 am, Thu, 29 May 25