Breaking News : કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરી શુક્રવારે ગુજરાતમાં, વડોદરામાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે

કેન્દ્રીય રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરી શુક્રવારે ગુજરાતની મુલાકાતે છે. જેમાં તેવો વડોદરામાં 48 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે.જેમાં 1 વાગે વડોદરા એરપોર્ટ આવશે, 2 વાગે દેના ચોકડીના નવા પુલનું લોકાર્પણ કરશે.

Breaking News : કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરી શુક્રવારે ગુજરાતમાં, વડોદરામાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે
Gujarat Nitin Gadkari
| Edited By: | Updated on: Jun 01, 2023 | 12:44 PM

Vadodara : કેન્દ્રીય રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરી(Nitin Gadkari)  શુક્રવારે ગુજરાતની મુલાકાતે છે. જેમાં તેવો વડોદરામાં 48 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે.જેમાં 1 વાગે વડોદરા એરપોર્ટ આવશે, 2 વાગે દેના ચોકડીના નવા પુલનું લોકાર્પણ કરશે. 2 :15 દુમાડ ચોકડી સર્વિસ રોડ રેમ્પ અને પુલનું લોકાપર્ણ કરીને 48 કરોડ ના વિકાસ કાર્યોની વડોદરાને ભેટ આપશે અને ત્યાર બાદ જાહેરસભાને સંબોધશે.

જેની બાદ તેવો 4 વાગે વાપી પહોંચશે અને ત્યાં રાજુ શ્રોફ ખાનગી યુનિવર્સીટીના સ્થાપના સમારોહમાં હાજર રહેશે. તેમજ તેવો મુંબઈ વડોદરા એક્સપ્રેસ વે નું એરિયલ વ્યુ ઇન્સ્પેકશન કરશે. જ્યારે સુરત એરપોર્ટ થી મોડી સાંજે મુંબઈ જવા રવાના થશે.

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી આવતીકાલે વડોદરાની મુલાકાતે આવશે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી વડોદરામાં નવનિર્મિત બે બ્રિજનું લોકાર્પણ કરવાના છે..વડોદરા હાઇવે પર બનેલા દુમાડ બ્રિજ અને દેણા બ્રિજનું નીતિન ગડકરીના હસ્તે લોકાર્પણ કરાશે. વડોદરા સહિત અમદાવાદ અને સુરતના લોકોને પણ બ્રિજનો ખૂબ ફાયદો મળશે.

વડોદરા હાઇવે પર નિર્માણ પામેલા બંને બ્રિજમાં 52 કરોડ જેટલો ખર્ચ થયો છે.. જેમાં દુમાડ બ્રિજ 36 કરોડ અને દેણા બ્રિજ 16 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો.વડોદરામાં વધુ બે બ્રિજનું નિર્માણ થતા લોકોને ટ્રાફિકમાંથી રાહત થશે.. બે વર્ષ પહેલા બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.. અને હવે બ્રિજ સંપૂર્ણ રીતે બનીને તૈયાર છે..

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી 1 વાગ્યે વડોદરા એરપોર્ટ પહોંચવાના છે અને 2 વાગ્યે દેના બ્રિજનું લોકાર્પણ કરશે અંદાજિત સવા 2 વાગ્યે દુમાડ ચોકડી સર્વિસ રોડ અને બ્રિજનું લોકાર્પણ કરશે.નીતિન ગડકરી 46 કરોડના વિકાસકામોનું લોકાર્પણ કરશે. જે બાદ જાહેર સભાને પણ સંબોધન કરશે..સાંજે 4 કલાકે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી રાજુ શ્રોફ યુનિવર્સિટીના સ્થાપના સમારોહમાં હાજરી આપવાના છે. વધુમાં તેઓ મુંબઇ-વડોદરા એક્સપ્રેસ વેનું એરિયલ વ્યુનું નિરીક્ષણ પણ કરશે.તમામ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ નીતિન ગડકરી પરત મુંબઇ જવા રવાના થશે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:02 pm, Thu, 1 June 23