Breaking News : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કિંગ ઓફ સાળંગપુરના કર્યા દર્શન, પરિવાર સાથે કરી દાદાની પૂજા

|

Apr 06, 2023 | 11:57 AM

અમિત શાહે સાળંગપુર પહોંચીને 54 ફૂટ ઊંચી કિંગ ઓફ સાળંગપુરના દર્શન કર્યા હતા. સાથે જ સહ પરિવાર દાદાની પૂજા પણ કરી હતી.

Breaking News : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કિંગ ઓફ સાળંગપુરના કર્યા દર્શન, પરિવાર સાથે કરી દાદાની પૂજા

Follow us on

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બોટાદ જિલ્લાના સાળંગપુર પહોંચ્યા છે. આજે હનુમાન જયંતી નિમિત્તે હનુમાન દાદાના દર્શન કરવા માટે અમિત શાહ સહપરિવાર બોટાદ પહોંચ્યા છે. તેમણે સાળંગપુર પહોંચીને 54 ફૂટ ઊંચી કિંગ ઓફ સાળંગપુરના દર્શન કર્યા હતા. સાથે જ સહ પરિવાર દાદાની પૂજા પણ કરી હતી.

આ પણ વાંચો-Botad : આજે હનુમાન જ્યંતી, સાળંગપુરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે અત્યાનુધિક ભોજનાલયનું કરાશે લોકાર્પણ

54 ફૂટ ઊંચી ‘કિંગ ઓફ સાળંગપુર’ દાદાની પ્રતિમાની કરી પૂજા

5 એપ્રિલના રોજ બોટાદના સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે કિંગ ઓફ સાળંગપુરની ભવ્ય પ્રતિમાનું અનાવરણ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. તે સાથે જ હનુમાન દાદાનો જયઘોષ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સહ પરિવાર હનુમાન જયંતી નિમિત્તે દાદાના દર્શને આવી પહોંચ્યા હતા.

દાડમ ખાઈ તેના છોતરા ફેંકી ના દેતા ! જાણો તેના ફાયદા વિશે
આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે

સાળંગપુર મંદિરમાં પણ સહ પરિવાર કરી પૂજા

અમિત શાહે સાળંગપુર પહોંચી કિંગ ઓફ સાળંગપુર’-દાદાની 54 ફૂટ ઉંચી પ્રતિમાના દર્શન કર્યા હતા. જે પછી તેમણે સહ પરિવાર હનુમાનજીની પૂજા કરી હતી. હનુમાન દાદાની આરાધના કરી હતી. જે પછી સાળંગપુર મંદિરમાં પણ તેમણે દર્શન કર્યા હતા અને મંદિરમાં પણ પૂજા કરી હતી.

શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ

દેશ-વિદેશના કરોડો લોકોની આસ્થાના કેન્દ્ર સમા સાળંગપુર હનુમાનજી હવે ‘કિંગ ઓફ સાળંગપુર’ના નામથી ઓળખાશે. આમ તો કષ્ટભંજન દેવ નામ બોલતા જ શ્રદ્ધાળુઓને હનુમાનદાદાની દિવ્ય પ્રતિમાનું સ્મરણ થઇ આવે. પરંતુ હવે શ્રદ્ધાળુઓને વધુ એક દિવ્ય હનુમંત પ્રતિમાના દર્શન થવાના છે.

 હનુમાન જયંતીની પૂર્વ સંધ્યાએ ‘કિંગ ઓફ સાળંગપુર’નું થયુ અનાવરણ

હનુમાન જયંતીની પૂર્વ સંધ્યાએ સાળંગપુર ધામમાં 54 ફૂટ ઊંચી દાદાની આ પ્રતિમા ‘કિંગ ઓફ સાળંગપુર’નું અનાવરણ કરવામાં આવ્યું હતુ. રાકેશપ્રસાદદાસજી મહારાજના હસ્તે દાદાની ભવ્ય અને વિશાળકાય મૂર્તિનું અનાવરણ થયું. જે પછી આજે  હનુમાન જયંતીના દિવસે દાદાના દર્શને હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે.  આ પાવન અવસરનો લહાવો લેવા માટે સાળંગપુરમાં મોટા પાયે શ્રદ્ધાળુઓનો જમાવડો જોવા મળ્યો.

આ સાથે જ બોટાદના સાળંગપુરમાં બનેલા અત્યાનુધિક ભોજનાલયનું અમિત શાહ આજે લોકાર્પણ કરવાના છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે ભોજનાલયનું લોકાર્પણ કરવામાં આવશે. ભોજનાલયની વિશેષતાની વાત કરીએ તો, આ ભોજનાલય 24 કલાક ચાલુ રહેશે. 4550 સ્કેવર ફૂટમાં રસોઇઘર બનાવવામાં આવી છે. જેમાં એક કલાકમાં 20 હજાર ભાવિકો જમી શકે તેટલું ભોજન બની શકશે. એટલું જ નહિં 7 જેટલા ડાયનિંગ હોલ પણ બનાવવામાં આવ્યા છે. જેમાં એક સાથે 4 હજાર ભક્તો ભોજન લઇ શકશે..આ ઉપરાંત ભક્તોની સુવિધા માટે ભોજનાલયમાં 5 લીફ્ટ પણ મુકી છે અને 79 રૂમ પણ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 11:21 am, Thu, 6 April 23

Next Article