Breaking News : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે આવશે ગુજરાત, ગુરુવારે સાળંગપુરમાં હનુમાનજીના દર્શન કરશે

|

Apr 05, 2023 | 8:32 PM

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી ગુજરાત પ્રવાસે છે. જ્યારે તેવો ગુરુવારે સવારે સાળંગપુરમાં હનુમાનજીના દર્શન કરશે

Breaking News : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે આવશે ગુજરાત, ગુરુવારે સાળંગપુરમાં હનુમાનજીના દર્શન કરશે
Amit Shah Gujarat Visit

Follow us on

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી ગુજરાત પ્રવાસે છે. જ્યારે તેવો ગુરુવારે સવારે સાળંગપુરમાં હનુમાનજીના દર્શન કરશે. છ એપ્રિલના રોજ અમિત શાહના આ ગુજરાત પ્રવાસ દરમિયાન સાળંગપુર અમદાવાદ અને ગાંધીનગર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે.કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતમાં સાળંગપુરમાં વારંવાર દર્શન કરવા માટે જતા હોય છે. તેઓ અનેક વાર પરિવાર સાથે સાળંગપુર કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન કરવા માટે જતા હોય છે.

અમદાવાદમાં ભાજપના 43માં સ્થાપના દિવસના કાર્યક્રમમાં હાજર રહેશે

અમદાવાદમાં પણ 6 એપ્રિલે યોજાનારા ભાજપના 43માં સ્થાપના દિવસે યોજાનારા કાર્યક્રમમાં અમિત શાહ હાજર રહેશે. અમદાવાદમાં તેઓ ભાજપના કાર્યકરો અને આગેવાનો સાથે બેઠક કરવાના છે. મહત્વનું છે કે ભાજપ દ્વારા 6 એપ્રિલથી 14 એપ્રિલ સુધી સેવા સપ્તાહ ઉજવવાનો છે.

આ પણ વાંચો : Breaking News: કિંગ ઓફ સાળંગપુર: સાળંગપુર ખાતે દાદાની 54 ફૂટ ઉંચી ભવ્ય પ્રતિમાનું સંધ્યા સમયે થયું અનાવરણ, હનુમાન દાદાનો થયો જયઘોષ, જુઓ Video

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

મત વિસ્તારના વિકાસ કામોની સમીક્ષા કરી શકે છે

તો અમિત શાહ જ્યારે પણ ગુજરાત આવે છે ત્યારે પોતાના મતવિસ્તારના વિકાસ કામો અંગેની માહિતી મેળવતા રહેતા હોય છે. દર ત્રણ મહિને કે છ મહીને તેઓ પોતાના મત વિસ્તારોમાં થયેલા વિકાસ કામોની સમીક્ષા કરતા હોય છે.ત્યારે આ વખતે પણ અમિત શાહ પોતાના મત વિસ્તારના વિકાસ કામોની સમીક્ષા કરી શકે છે. તેઓ કાર્યકરો સાથે સમીક્ષા બેઠક સરકાર સંગઠન સાથે બેઠકો કરશે.

મહત્વનું છે કે 3 એપ્રિલે અમદાવાદમાં સંત સંમેલન કાર્યક્રમાં RSS ના વડા મોહન ભાગવત તેમજ ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ મોહન ભાગવત તેમજ ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે એક કલાક કરતાં પણ વધુ સમય માટે બેઠક થઈ હતી.  બંને વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આગામી કાર્યક્રમોને લઇને ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 8:07 pm, Wed, 5 April 23

Next Article