Breaking News : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીધામમાં ઇફ્કોના નેનો DAP પ્લાન્ટનું કર્યુ ભૂમિપૂજન, કહ્યુ- ખેડૂતોની જમીનોને નુકસાન નહીં થાય

ગાંધીધામમાં અમિત શાહે કંડલા ઇફ્કોના નેનો DAP પ્લાન્ટનું ભૂમિ પૂજન કર્યુ છે. તેમણે ભૂમિપૂજન કરવાના સાથે જ ખેડૂતોને આશ્વાસન આપ્યુ છે કે નેનો DAPના કારણે ખેડૂતોની જમીનની બિલકુલ નુકસાન નહીં થાય.

Breaking News : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીધામમાં ઇફ્કોના નેનો DAP પ્લાન્ટનું કર્યુ ભૂમિપૂજન, કહ્યુ- ખેડૂતોની જમીનોને નુકસાન નહીં થાય
| Edited By: | Updated on: Aug 12, 2023 | 1:01 PM

Kutch :  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit shah) ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કચ્છના પ્રવાસે છે. તેઓ ગાંધીધામ પહોંચ્યા છે. ગાંધીધામમાં તેમણે કંડલા ઇફ્કોના નેનો DAP પ્લાન્ટનું ભૂમિ પૂજન કર્યુ છે. તેમણે પ્લાન્ટ લગાવવા માટે ઇફ્કોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ભૂમિપૂજન કરવાના સાથે જ ખેડૂતોને આશ્વાસન આપ્યુ છે કે નેનો DAPના કારણે ખેડૂતોની જમીનની બિલકુલ નુકસાન નહીં થાય.

આ પણ વાંચો-ખેડૂતોએ શાકભાજી અને ફળ પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે આ ખેતી કાર્યો કરવા જોઈએ

DAPની બોટલ અનાજની આયાતને ઘટાડી દેશે- અમિત શાહ

ભારત વિશ્વને પ્રાકૃતિક ખેતીનો રસ્તો બતાવશે. તેમણે જણાવ્યુ કે આ પ્લાન્ટ થકી વિદેશોમાં પણ વિવિધ પેદાશોની નિકાસ કરવાનું લક્ષ્ય છે. 6 કરોડની DAPની બોટલ વિદેશથી કરવી પડતી અનાજની આયાતને ઘટાડી દેશે. હવે ઘઉં ચોખા વિદેશથી લાવવાની જરુર નથી. હવે દેશભરના ખેડૂતોને સમૃદ્ધ કરવાનું લક્ષ્ય છે.

DAP જમીન અને પાણી પ્રદૂષિત નહીં થાય – અમિત શાહ

અમિત શાહે જણાવ્યુ કે નેનો DAP છોડના મૂળ સુધી ઉતરતુ નથી અને છોડના ઉપરના પરત સુધી જ રહે છે. જેના કારણે જમીનને નુકસાન પહોંચતુ નથી અને ખેડૂતોને સારી ઉપજ મળે છે. તેનાથી પાણી પણ પ્રદૂષિત નહીં થાય અને ઉપજ પણ વધશે. સરકારની સબસિડીનો બોજો પણ ઓછો કરશે.

ભારત અન્ય ક્ષેત્રમાં ભારત આત્મનિર્ભર બન્યુ– અમિત શાહ

તેમણે જણાવ્યુ કે આજે ભારત અન્ય ક્ષેત્રમાં ભારત આત્મનિર્ભર બન્યુ છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશને હરીત ક્રાંતિની જરુર છે. જો કે આ હરીત ક્રાંતિ અલગ પ્રકારની હશે. માત્ર ઉત્પાદન તેનું લક્ષ્ય નથી. દુનિયાભરને પ્રાકૃતિક ખેતીનો રસ્તો ભારતે બતાવવાનો છે. પ્રાકૃતિક ખેતીની હરીત ક્રાંતિ લાવવાની છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વૈજ્ઞાનિક આયોજનના કારણે અન્ન ક્ષેત્રમાં ભારત આત્મનિર્ભર બન્યુ છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:25 pm, Sat, 12 August 23