Breaking News : કચ્છના અબડાસાના સુથરી ગામે દરિયામાં ડુબવાથી બે લોકોના મોત

કચ્છના અબડાસાના સુથરી ગામે દરિયામાં ડુબવાથી બે લોકોના મોત થયા છે.દરિયામાં ડૂબી જવાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર,પોલીસ સાથે સુરક્ષા એજન્સીઓ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જેમાં બંને લોકોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા હતા

Breaking News : કચ્છના અબડાસાના સુથરી ગામે દરિયામાં ડુબવાથી બે લોકોના મોત
Kutch
| Updated on: Jul 01, 2023 | 11:45 PM

Kutch : કચ્છના(Kutch) અબડાસાના સુથરી ગામે દરિયામાં ડુબવાથી બે લોકોના મોત થયા છે.દરિયામાં(Sea) ડૂબી જવાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર,પોલીસ સાથે સુરક્ષા એજન્સીઓ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જેમાં બંને લોકોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે હોસ્પિટલમાં બંનેને મૃત જાહેર કરાયા હતા. જેમાં મળતી માહિતી મુજબ મૃતક નલિયા એરફોર્સના અધિકારી અને તેમના પત્ની હતા. જેઓ સુથરી દરિયા કિનારે ગયા હતા.

આ  ઉપરાંત , કચ્છના ગાંધીધામમાં વરસેલો અતિભારે વરસાદ  લોકો માટે મુશ્કેલી લઈને આવ્યો છે. ગાંધીધામના  ગળપાદર નજીક 3 લોકો નદીના ધસમસતા પ્રવાહમાં એવા ફસાયા કે તેમનું બચવું મુશ્કેલ થઇ ગયુ હતુ. નદી તોફાને ચઢી હતી તે જ સમયે આ તમામ લોકો નદી તરફ જતા અટવાઇ ગયા હતા. જેના કારણે તેમનો જીવ જોખમમાં મુકાયો હતો.

આ પણ વાંચો-જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યુ, વિસાવદરમાં 12 કલાકમાં 15 ઇંચથી વધુ વરસાદ, જૂઓ જળબંબાકારના Video

જો કે ફાયર બ્રિગેડના જવાનો તેમના માટે જાણે દેવદૂત બનીને આવ્યા. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને ફાયર બ્રિગેડના જવાનો સુરક્ષાના સાધનો સાથે નદી પાસે પહોંચી ગયા હતા. ત્યારબાદ દોરડા અને ટ્યુબની મદદથી ત્રણેય લોકોને રેસ્કયૂ કરીને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

કચ્છ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:04 pm, Sat, 1 July 23