Ahmedabad : અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જાનાર તથ્ય પટેલ ( (Tathya Patel) સામે મોટી કાર્યવાહી હાથ ધરાઇ શકે છે. મળતી માહિતી મુજબ તથ્ય પટેલનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થઇ શકે છે. અમદાવાદ RTOએ ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. લાયસન્સ વગર ડ્રાઇવિંગ કરવું એ ગુનાહિત કૃત્ય બને છે. ત્યારે હવે તથ્ય પટેલનું ડ્રાઇવિંગ લાયસન્સ જ રદ કરી દેવામાં આવ્યુ છે.
આરોપી તથ્ય પટેલના હાલ જેલમાં છે. જો કે એક પછી એક તેના તથ્યો સામે આવી રહ્યા છે. એક પછી એક તથ્યની એવી હકીકત સામે આવી રહી છે, જેનાં પરથી એવુ પ્રસ્થાપિત થાય છે કે એને અકસ્માત કરવાની ટેવ હતી. અત્યાર સુધીમાં તેના એક પછી એક એમ કુલ ચાર અકસ્માતના બનાવો સામે આવ્યા છે. જેના કારણે હવે તથ્ય પટેલનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થશે. અમદાવાદ RTOએ ટ્રાફિક પોલીસ પાસે તેના વિશેની વિગત માગી છે. વિગતો મળતા સુનાવણી કરીને લાયસન્સ રદ કરાશે. મહત્વનું છે કે તથ્યને હજુ ફેબ્રુઆરી 2022માં જ લાયસન્સ મળ્યું હતું.
તથ્ય પટેલે 31 ડિસેમ્બર 2022 ની મોડી રાત્રે શીલજ પાસે એસપી રિંગ રોડ પર થાંભલા સાથે અકસ્માત સર્જ્યો હતો. તે સમયે પણ આ જ જગુઆર કાર હોવાની માહિતી છે. પોલીસ તપાસમાં જેગુઆર કંપનીમાંથી નો ક્લેમ ઇન્સ્યોરન્સની આ વિગત સામે આવી છે.
તથ્ય પટેલે 3 જૂલાઈએ સિંધુ ભવન રોડ પર અકસ્માત કર્યો હતો. જેમાં થાર ગાડીથી અકસ્માત કર્યો હતો. સિંધુભવન રોડના મૌવે કેફે પર તથ્ય પટેલે થાર કાર ઘુસાડી હતી. જેની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જ્યારે અકસ્માત બાદ તથ્ય પટેલના પિતાએ સમાધાન કરાવ્યું હતું. જ્યારે આરોપી તથ્ય પટેલ ફૂલ સ્પીડમાં ગાડી ચલાવવાનો શોખીન છે.
31 ડિસેમ્બર 2022ના રોજ તથ્યએ ગાંધીનગરમાં ઓવર સ્પીડમાં ગાડી ચલાવીને એક મંદિરના પિલરને નુકસાન કર્યુ હતુ. આ અકસ્માત પણ મોડી રાત્રે સર્જાયો હતો. વાસજડા ગામના સરપંચ જીવણજી ઠાકોરે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
20 જુલાઇના રોજ મોડી રાત્રે થાર કાર અને બુલડોઝરની ટક્કર થઇ હતી. આ અકસ્માત જોવા આવેલા ઊભેલા ટોળા પર તથ્ય પટેલે જગુઆર કારની ટક્કર લગાવી હતી.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 2:37 pm, Wed, 26 July 23