Breaking News : આયુષ્યમાન યોજનામાં ગેરરીતિ બદલ 9 હોસ્પિટલ સસ્પેન્ડ અને 1 બ્લેકલિસ્ટ

|

Sep 14, 2023 | 12:14 PM

આયુષ્યમાન યોજનામાં ગેરરીતિ રોકવા રાજય સરકાર સક્રિય થઈ છે. લાભાર્થીઓ સાથે ગેરરીતિ ન થાય તે માટે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ દ્વારા પોલિસી વર્ષ-7 અને 8 દરમિયાન અમદાવાદની હોસ્પિટલોમાં તપાસ કરવામાં આવી હતી. જયાં ગેરરીતિ બદલ જિલ્લાની 9 હોસ્પિટલને સસ્પેન્ડ અને એક હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે.

Breaking News : આયુષ્યમાન યોજનામાં ગેરરીતિ બદલ 9 હોસ્પિટલ સસ્પેન્ડ અને 1 બ્લેકલિસ્ટ
Ayushman Yojana

Follow us on

Ayushman Yojana  : હવે આયુષ્યમાન યોજનામાં લાભાર્થીઓ સાથે ગેરરીતિ નહી થાય અને લાભાર્થીઓને યોગ્ય માહિતી અને સારી સારવાર મળી રહેશે. આયુષ્યમાન યોજનામાં ગેરરીતિ રોકવા રાજય સરકાર સક્રિય થઈ છે. લાભાર્થીઓ સાથે ગેરરીતિ ન થાય તે માટે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ દ્વારા પોલિસી વર્ષ-7 અને 8 દરમિયાન અમદાવાદની હોસ્પિટલોમાં તપાસ કરવામાં આવી હતી. જયાં ગેરરીતિ બદલ જિલ્લાની 9 હોસ્પિટલને સસ્પેન્ડ અને એક હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Ahmedabad : બોપલના સ્ટર્લિંગ સિટીમાં વધી ચોરીની ઘટના, સ્થાનિકો જાતે પેટ્રોલિંગ કરવા બન્યા મજબૂર, જુઓ Video

સુરતમાં ધર્માદા હોસ્પિટલ, નીલકંઠ ઓર્થોપેડિક હોસ્પિટલ, તો બનાસકાંઠામાં કરણી હોસ્પિટલ, ચિલ્ડ્રન હોસ્પિટલ જયારે ગીર સોમનાથમાં શ્રી જીવન જયોત આરોગ્ય સેવા સંઘ, સાબરકાંઠામાં સ્મૃતિ ચિલ્ડ્રન હોસ્પિટલ અને મેડીસ્ટાર હોસ્પિટલ જયારે અમરેલીમાં રાધિકા જનરલ હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટે બે કરોડથી વધુનો હોસ્પિટલોને દંડ ફટકાર્યો હતો. આ યોજનાની અમલવારીમાં ગેરરીતિ ન થાય તે માટે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટની રચના કરાઈ છે. આ યુનિટ હોસ્પિટલોનું સતત મોનિટરીંગ કરે છે. લાભાર્થીઓને યોજના અંગે કોઈ માહિતી મેળવવી હોય તો તેઓ ટોલ ફ્રી નંબર પર કોલ કરી શકે છે.

આયુષ્યમાન યોજનામાં 10 લાખનું વિના મૂલ્યે આરોગ્ય કવચ પૂરૂ પડાય છે. દરેક સભ્યને વ્યકિતગત આયુષ્યમાન કાર્ડ અપાય છે. જેની મદદથી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ અને કેન્સર જેવી બિમારીની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે સારવાર મળી શકે છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 11:34 am, Thu, 14 September 23

Next Article