Breaking News : ગાંધીનગરના કલોલમાં ST બસે મુસાફરોને અડફેટે લીધા, પાંચ મુસાફરના મોત

|

May 10, 2023 | 2:13 PM

પાછળથી આવતી એક લક્ઝરી બસે એસટી બસને ટક્કર મારી હતી. જે પછી એસટી બસને ટક્કર વાગતાં બસ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.

Breaking News : ગાંધીનગરના કલોલમાં ST બસે મુસાફરોને અડફેટે લીધા, પાંચ મુસાફરના મોત

Follow us on

ગાંધીનગરના  (Gandhinagar) કલોલમાં મુસાફરો બસની રાહ જોતા હતા અને કાળ બનીને આવી બસે કચડી માર્યા.  કલોલના અંબિકાનગર વિસ્તારમાં આ ઘટના બની છે. જ્યાં આજે સવારે એસટી બસ અને લકઝરી બસ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાતા પાંચ લોકો મોતને ભેટ્યા છે. લકઝરી બસચાલકે એસટી બસને ટક્કર મારતાં એસટી બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બસની રાહ જોઈને બસ સ્ટોપ પર ઉભા રહેલા મુસાફરોને કચડી નાખ્યા હતા.

અકસ્માતમાં પાંચ લોકો મોત થયા જ્યારે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અકસ્માત કેટલો ખતરનાક હતો.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ પણ વાંચો- Breaking News : મહેસાણામાં 6.16 કરોડની ઠગાઇની ફરિયાદ નોંધાઈ, 154 મેટ્રિક ટન જીરાનો જથ્થો સગેવગે કરવાનો આરોપ

લક્ઝરી બસે ST બસને પાછળથી મારી હતી ટક્કર

કલોલ અંબિકા બસ સ્ટોપ પર પેસેન્જર ઉભા હતા તે સમયે જ એસટી બસે તેમને અડફેટે લીધા હતા.પાછળથી આવતી એક લક્ઝરી બસે એસટી બસને ટક્કર મારી હતી. જે પછી એસટી બસને ટક્કર વાગતાં બસ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. કાબુ ગુમાવેલી એસટી બસ રોડ નજીક બેઠેલા મુસાફરો પર જ પર ચઢી ગઇ હતી. જે પછી આ અકસ્માતમાં ચાર મુસાફરોના મોત થયા છે.

તમામ મૃતકોની વિગત

  1.  વિહોલ દિલીપસિંહ મનુજી ઉંમર વર્ષ 48 રહે કલોલ
  2.  પાર્થ ગુણવંતભાઈ પટેલ ઉંમર વર્ષ 20 રહે કલોલ
  3. બળવંતજી કાળાજી ઠાકોર ઉંમર વર્ષ 45 રહે કલોલ
  4.  શારદાબેન રોહિતભાઈ જીગરાયા ઉંમર વર્ષ 50 રહે કલોલ
  5.  સાવન સુરેશભાઈ દરજી ઉમર વર્ષ 22 રહે કલોલ

 

નડિયાદમાં પણ ટ્રક અને રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત

બીજી તરફ આવી જ એક અકસ્માતની ઘટના ખેડાના નડિયાદમાં સામે આવી છે. નડિયાદના પીપળાતા નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ગમખ્વાર અકસ્માતમાં બે મહિલાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યાં છે. જ્યારે અકસ્માતમાં 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતા તાત્કાલીક ધોરણે સ્થાનિકો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અને ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલીક સારવાર અર્થે ખસેડાયા છે. મળતી માહિતી અનુસાર અકસ્માત સર્જાનાર ડ્રાઈવર દારુ પીધેલી હાલતમાં જોવા મળ્યો છે. નશામાંધૂત ડ્રાઈવરને ગામ લોકોએ મેથીપાક ચખાડ્યો હતો.

(વિથ ઇનપુટ-મનીષ મિસ્ત્રી)

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 8:32 am, Wed, 10 May 23

Next Article