ભાવનગર ડમીકાંડ કેસમાં SOG એ વધુ બે આરોપીની ધરપકડ કરી છે. જેમાં આરોપી તરીકે 2 સગાભાઈઓની ધરપકડ કરાઈ છે..આરોપી દિનેશ પંડ્યા બગદાણા પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી તરીકે કાર્યરત છે..દિનેશ પંડયા અને તેનો ભાઈ ભદ્રેશ પંડ્યાની ધરપકડ થઈ છે. આ બે ધરપકડ સાથે ડમીકાંડમાં અત્યાર સુધી 35 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. ડમીકાંડમાં પોલીસ ચોપડે 57 આરોપી નોંધાયા છે.
આ પૂર્વે, ભાવનગરના ચકચારી ડમીકાંડમાં યુવરાજસિંહે 5 કરોડનો તોડ પાડ્યો છે. તોડકાંડના આરોપી યુવરાજ પર આ સણસણતો આરોપ લગાવ્યો છે, ડમીકાંડના આરોપી શરદ પનોતની પત્ની મીના પનોતે. tv9 સાથેની એક્સક્લુસિવ વાતચીતમાં મીના પનોતે ડમીકાંડ મામલે સૌથી મોટો ધડાકો કર્યો હતો. યુવરાજ પર લગાવ્યો ગંભીર આરોપ લગાવતા મીના પનોતે જણાવ્યુ કે યુવરાજસિંહ સમગ્ર કૌભાંડનો મુખ્ય આરોપી છે અને તેણે જ શરદને ડમીકાંડમાં ફસાવ્યો છે.
પતિ શરદ પનોત પર મિલન બારૈયાને ફસાવવાના લાગેલા આરોપોને પણ જવાબ શરદની પત્ની મીનાબેને રદિયો આપ્યો. મીનાબેને દાવો કર્યો કે શરદે ક્યારેય મિલનનો ઉપયોગ નથી કર્યો. મીનાબેનનો દાવો છે કે મિલનની સ્કૂલ અને ટ્યુશનની ફી શરદ ભરતો હતો. ડમીકાંડ માટે તેનો કોઈ ઉપયોગ કર્યો હશે તો તેની પાછળ પણ કોઈ ઉદ્દેશ્ય હશે.
મીના પનોતે યુવરાજસિંહ સામે નામ ન લેવા માટે પૈસા માગ્યા હોવાનો આરોપ લગાવ્યો. વધુમાં ઉમેર્યુ કે જેમણે પૈસા આપ્યા એમનુ ય નામ આવ્યુ છે. મીના પનોતે જણાવ્યુ કે તેમના પતિ ફરાર હતા એ દરમિયાન યુવરાજસિંહે તેમની પાસે પૈસા માગ્યા હતા.જોકે મીનાએ પોતાના પતિ અને ડમીકાંડના આરોપી શરદ પનોતનો લૂલો બચાવ કર્યો. મીનાનો દાવો છે કે તેનો પતિ નિર્દોષ છે અને શરદે કોઈ જ ગુનો નથી કર્યો. મીનાનુ માનવું છે કે જો શરદે રૂપિયા જ લીધા હોત તો આજે તેમની પાસે બંગલો હોત
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 8:10 pm, Sat, 6 May 23