New Gujarat Congress President: લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે સાંસદ શક્તિસિંહ ગોહિલની (shaktisinh gohil) નિમણૂક કરાઈ છે. કોંગ્રેસ હાઈકમાન્ડે શક્તિસિંહ ગોહિલને ગુજરાત પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. શક્તિસિંહ ગોહિલ હાલ રાજ્યસભાના સાંસદ છે. જગદીશ ઠાકોરના સ્થાને હવે શક્તિસિંહને ગુજરાત કોંગ્રેસની કમાન સોંપવામાં આવી છે.
Rajya Sabha MP Shaktisinh Gohil appointed as Gujarat Congress president.#GujaratCongress #Congress #Gujarat #TV9News pic.twitter.com/wkTTckbp2d
— Tv9 Gujarati (@tv9gujarati) June 9, 2023
તમને જણાવી દઈએ કે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષની રેસમાં શક્તિસિંહ ગોહિલ, ઉપરાંત અર્જૂન મોઢવાડીયા, શૈલેષ પરમાર, તુષાર ચૌધરીના નામ પણ ચર્ચાઈ રહ્યા હતા. આ ઉપરાંત દીપક બાબરીયા અગાઉ મધ્યપ્રદેશના પ્રભારી રહી ચૂક્યા છે, તેમનુ નામ પણ ચર્ચામાં હતું. રેસમાં રહેલા તમામ અગ્રણી નેતાઓએ દિલ્હીમાં ધામા નાખ્યા હતા, જો કે આખરે કોંગ્રેસ હાઈકમાન્ડે શક્તિસિંહ ગોહિલના નામ પર પસંદગી ઉતારી છે.
આ પણ વાંચો: Breaking News: પોરબંદરમાં ગુજરાત ATSના ધામા, SOG ઓફિસે અધિકારીઓની ગાડીનો કાફલો
ઉલ્લેખનીય છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા પ્રદેશ અધ્યક્ષને લઈને ચર્ચાઓ કર્ણાટક ચૂંટણીના પરિણામો બાદ તરત જ શરુ થઈ ગઈ હતી. આ દરમિયાન હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં આ અગ્રણી નેતાઓ નવા પ્રદેશ અધ્યક્ષની પસંદગી પ્રક્રિયા માટે થઈને પોતાના અભિપ્રાય રજુ કર્યા. અર્જુન મોઢવાડીયા, શક્તિસિંહ ગોહિલ, શૈલેષ પરમાર, દિપક બાબરીયા, તુષાર ચૌધરી સહિતના નેતાઓ દિલ્લી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ નવા પ્રદેશ અધ્યક્ષને લઈ પોતાના મત રજૂ કર્યો હતો.
Published On - 7:36 pm, Fri, 9 June 23