Breaking News : મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલને સેશન્સ કોર્ટે આપી રાહત, જામીન અરજી કરી મંજૂર

|

May 04, 2023 | 5:51 PM

મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલને સેશન્સ કોર્ટે રાહત આપી છે. સેશન્સ કોર્ટે માલિની પટેલની જામીન અરજી મંજૂર કરી છે.

Breaking News : મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલને સેશન્સ કોર્ટે આપી રાહત, જામીન અરજી કરી મંજૂર

Follow us on

મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલને સેશન્સ કોર્ટે રાહત આપી છે. અમદાવાદ સેશન્સ કોર્ટે માલિની પટેલની જામીન અરજી મંજૂર કરી છે. મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધાયો હતો. જે પછી કિરણ પટેલની પત્ની માલિની પટેલની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી. અગાઉ 13 એપ્રિલે માલિની પટેલની અરજી નામંજૂર કર્યા બાદ આજે કોર્ટે તેની જામીન અરજી મંજૂર કરી છે.

આ પણ વાંચો-Breaking News : મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલને સેશન્સ કોર્ટે આપી રાહત, જામીન અરજી કરી મંજૂર

ગુજરાતી ઠગ કિરણ પટેલે જમ્મુ-કાશ્મીરના સરકારી અધિકારીઓને PMOના અધિકારી હોવાનુ કહીને છેતર્યા હોવાની એક ઘટના સામે આવી હતી. જે પછી સતત મહાઠગના કારનામા બહાર આવ્યા હતા. જે પછી તેની પત્નીની પણ કેટલાક કેસમાં સંડોવણી હોવાનું સામે આવ્યુ હતુ.

Elaichi Benefits : રાત્રે સૂતા પહેલા 2 ઈલાયચી ચાવો, ફાયદા જાણીને તમે ચોંકી જશો.
દુનિયાના 8 દેશો જ્યાં કોઈ Income Tax નથી લાગતો
ઉંમર પ્રમાણે દરરોજ કેટલી બદામ ખાવી જોઈએ? જાણી લો
Phone Tips: ફોનમાં 1.5GB ડેટા પણ ચાલશે આખો દિવસ ! બસ કરી લો આ સેટિંગ
Kumbh Mela 2025 : કુંભના 5 અનોખા બાબા, જુઓ Photos
Vastu Tips: દીવો ઓલવાયા બાદ વાટને બહાર ન ફેંકો, આ રીતે કરો નાશ

કિરણ પટેલ અને તેની પત્ની સામે છેતરપિંડીની થઇ છે ફરિયાદ

કિરણ પટેલ અને તેની પત્ની સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં છેતરપિંડીની ફરિયાદ થઈ હતી. PMOના અધિકારી અને મોટી ઓળખ બતાવીને સિંધુ ભુવન રોડ પર જગદીશ ચાવડાના બંગલાના રિનોવેશનનું કામ 35 લાખમાં હાથ પર લીધું હતુ. જે બાદ બંગલાના માલિકની નેમ પ્લેટ બદલી બંગલો પોતાની બતાવી વાસ્તુ પૂજન કર્યું. જેના ફોટો બતાવી બંગલાની માલિકી લેવા કિરણ પટેલે સિવિલ કોર્ટમાં ખોટો કેસ દાખલ કરાવ્યો. આ મહાઠગે સમાધાન માટે માણસો મોકલીને રૂપિયા પડાવવાનો પણ પ્રયાસ કર્યો. જો કે માલિકે કોઈ પણ વ્યવહાર કરવાની ના પાડી હતી.

બીજી તરફ ઘોડાસરમાં પતિ-પત્ની જે ભાડાના બંગલોમાં રહેતા હતા, તેનું પણ ભાડુ તેમણે પાંચ વર્ષથી ચુકવ્યુ ન હતુ. રાજકીય નેતાઓ સાથે સારી ઓળખાણ હોવાનું કહીને કિરણ પટેલ બંગલામાં રહેવા આવ્યો હતો. જે બાદ બંગલો ખાલી કરવાનું વારંવાર વચન આપ્યું હતુ. પરંતુ કોઈ ને કોઈ બહાના બતાવીને બંગલો ખાલી કરતો ન હતો. ત્યારે આ મકાન માલિક દ્વારા તેમનો બંગલો પચાવી પાડવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મકાન માલિક પણ ક્રાઇમ બ્રાંચ પહોંચ્યા હતા. જો કે મિલકતનો પ્રશ્ન હોવાથી સિવિલ કેસ કરવાની સલાહ ક્રાઈમ બ્રાંચે આપી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 5:44 pm, Thu, 4 May 23

Next Article