Breaking News: અમદાવાદ એરપોર્ટના રન-વે પર પણ વરસાદી પાણી ભરાયા, અનેક વિમાનો ડાયવર્ટ કરાયા, જુઓ Video

|

Jul 22, 2023 | 10:31 PM

અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદના પગલે એરપોર્ટના રન વે પર પણ વરસાદી પાણી ભરાયા છે. જેના પગલે અનેક વિમાનો ડાયવર્ટ કરાયા છે.

Ahmedabad : અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદના પગલે એરપોર્ટના(Airport) રન વે પર પણ વરસાદી પાણી ભરાયા છે. જેના પગલે અનેક વિમાનો ડાયવર્ટ કરાયા છે.

અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદશરૂ થયો છે. નરોડા અને નાના ચિલોડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે.અમદાવાદમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી. જે પ્રમાણે શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરમાં સાંજે વરસાદી માહોલ જામ્યો છે.

આ પણ વાંચો : Gujarat Rain: જૂનાગઢ શહેરમાં મુશળધાર વરસાદ,રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો-Video

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

તેમજ શહેરના અન્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે. એસજી હાઈવે પર ધોધમાર વરસાદને કારણે વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જેના પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જ્યારે હેલમેટ સર્કલ પાસે પાણી ભરાયા છે. તેમજ શહેરના ચાણક્યપૂરી વિસ્તારમાં પણ જાહેર માર્ગો પર પાણી ભરાયા છે.

અમદાવાદના જોધપુર વિસ્તારમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે આજે સાંજ થી અમદાવાદમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે. ત્યારે ઠેર ઠેર પાણી ભરાવાના બનાવ બન્યા છે. જોધપુર, ખોખરા મણિનગર, શાહીબાગ, પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જામી છે.

અમદાવાદ શહેર અને  જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:55 pm, Sat, 22 July 23

Next Article