Breaking News: રાજ્યવાસીઓને ગરમીમાંથી મળશે આંશિક રાહત, ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા 28 અને 29મી મે એ વરસાદની આગાહી

|

May 28, 2023 | 5:17 PM

Ahmedabad: રાજ્યવાસીઓને ગરમીમાંથી આંશિક રાહત મળશે. આગામી બે દિવસ રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે 28 મે અને 29 મે એમ બે દિવસ ગાજવીજ સાથએ વરસાદ પડવાની આગાહી છે.

Breaking News: રાજ્યવાસીઓને ગરમીમાંથી મળશે આંશિક રાહત, ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા 28 અને 29મી મે એ વરસાદની આગાહી

Follow us on

Ahmedabad: રાજ્યવાસીઓને અસહ્ય ગરમીમાંથી આંશિક રાહત મળી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાના કારણે ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાનવિભાગના જણાવ્યા મુજબ 28 મે અને 29 મે એ રાજ્યમાં વરસાદ ગાજવીજ અને પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે.

રાજ્યમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. જ્યારે પાટણ, મહેસાણા, બનાસકાંઠા. સાબરકાંઠામાં વરસાદ પડી શકે છે. આણંદ, ભરૂચ, અમરેલી, રાજકોટ, ભાવનગરમાં પણ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરાઈ છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. કાંઠા વિસ્તારમાં ભારે પવન ફુંકાવાની સંભાવનાને જોતા આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે.

કેટલાક જિલ્લામાં 40 કિલોમીટરની ગતિએ પવન ફુંકાવા સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત છે. જો કે ત્યારબાદ ચાર દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

આગામી ચાર દિવસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા તેમજ કચ્છમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફુંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. વરસાદની જ્યાં આગાહી છે તેમા મુખ્યત્વે બનાસકાંઠા- સાબરકાંઠા-રાજકોટ-ભાવનગર અને કચ્છનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : Gujarati Video: કમોસમી વરસાદની આગાહીના કારણે ખેડૂતોમાં વધી ચિંતા, તલ, અડદ, મગ અને બાજરી જેવા પાકોને મોટું નુકસાન થવાની ભીતિ

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ચાર દિવસ ક્યાં વરસાદની આગાહી

28 મે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ
29 મે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, રાજકોટ, અમરેલી, ભાવનગર, કચ્છ
30 મે બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, કચ્છ
31 મે બનાસકાંઠા, કચ્છ

આજનું વાતાવરણ અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 4:39 pm, Sun, 28 May 23

Next Article