Breaking News: રાજકોટમાં ‘હું નથુરામ ગોડ્સે નાટક’નો કોંગ્રેસ દ્વારા કરાયો ઉગ્ર વિરોધ, ગોડ્સેને ગ્લોરીફાય કરી ગાંધીનું અપમાન કરવાનો આરોપ

રાજકોટમાં હેમુ ગઢવી હોલ પર નાટક શરૂ થાય એ પહેલા જ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર વિરોધ અને દેખાવો કરવામાં આવ્યા. કોંગ્રેસનો આરોપ છે કે ગાંધીજીની હત્યારાને હીરો બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

| Updated on: Feb 07, 2026 | 10:01 PM

રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે ‘હું નથુરામ ગોડસે’ નાટક સામે કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. કાર્યકરોએ સ્ટેજ પર તોડફોડ કરી પોસ્ટર ફાડ્યા હતા. કોંગ્રેસનો આક્ષેપ છે કે આ નાટક ગાંધીજીનું અપમાન કરી ગોડસેને હીરો બનાવવાનો પ્રયાસ છે, જે ગાંધીના ગુજરાતમાં ચલાવી લેવાશે નહીં. કોંગ્રેસના કાર્યકરોએ પોલીસ સાથે પણ ઘર્ષણમાં ઉતર્યા હતા અને ધક્કામુક્કી કરી હતી.

હેમુ ગઢવી હોલ ખાતે ‘હું નથુરામ ગોડસે’ નાટક શરૂ થાય એ પહેલા જ કોંગ્રેસના કાર્યકરોએ હલ્લાબોલ કરી આકરો વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ નાટ્ય મંચના સ્ટેજ પર જઈને તોડફોડ કરી હતી. કોંગ્રેસનો આક્ષેપ છે કે ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે તેમનું અપમાન કરી ગોડસેને ઉંચા બતાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે જે અમે ચલાવી લેશું નહિ. ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ આ નાટક થશે તેનો અમે વિરોધ નોંધાવીશું. કોંગ્રેસનો આક્ષેપ છે કે નાટક દ્વારા ગોડસેને ગ્લોરીફાય કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને ગોડસેને નાયકના રૂપે બતાવવામાં આવી રહ્યો છે.

શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહે જણાવ્યું હતું કે ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે અને તેમનું અપમાન કરીને ગોડસેને ઊંચા બતાવવાના પ્રયાસને સ્વીકારવામાં આવશે નહીં. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે કોંગ્રેસના અનેક કાર્યકરોની અટકાયત કરી હતી, જેમાં આગેવાનો પણ સામેલ હતા.

બીજી તરફ, નાટકના આયોજન સાથે સંકળાયેલા કેટલાક લોકોએ જણાવ્યું હતું કે વિરોધ કરનારાઓએ નાટક જોયું નથી. તેમના મતે, નાટકમાં ગોડસે એમ જ કહી રહ્યો છે કે જો મેં ગાંધીજીને માર્યા છે તો મારે પણ મરવું પડશે, અને આ નાટક તે જ વિષય પર આધારિત છે. તેમણે દાવો કર્યો હતો કે નાટક ગાંધીજીનું અપમાન કરતું નથી, પરંતુ લોકો સાંભળવા તૈયાર નથી.

સ્થિતિ વધુ વણસે નહીં તે માટે પોલીસે હેમુ ગઢવી હોલમાં મોટી સંખ્યામાં હાજર રહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ સહિત અનેક આગેવાનોની પણ અટકાયત કરી હતી. પોલીસે કાર્યકરોને ટિંગાટોળી કરીને હોલમાંથી બહાર કાઢ્યા હતા.

કોંગ્રેસની માંગ હતી કે આ નાટક ન ભજવાય અને તે ગોડસેના સમર્થનમાં હોવાનો આક્ષેપ કર્યો હતો. પોલીસે અટકાયત કરી ત્યારે પણ કોંગ્રેસના કાર્યકરોએ “ગોડસે મુર્દાબાદ”ના નારા લગાવ્યા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

Input Credit- Mohit Bhatt- Rajkot

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

 

નવા બંધારણને લઈને ઠાકોર સમાજમાં તડા, DJ પ્રતિબંધને લઈને દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોરનો લીધો ઉધડો- જુઓ Video

Published On - 9:38 pm, Sat, 7 February 26