Breaking News : ગુજરાતમાં પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી, દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ

|

Jun 02, 2023 | 1:04 PM

હવામાન વિભાગની આગાહી અનુસાર થન્ડરસ્ટોમ એક્ટિવિટી સાથે વરસાદ રહી શકે છે. તેમજ આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં થોડો વિલંબ થઈ શકે છે.

Breaking News : ગુજરાતમાં પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી, દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ

Follow us on

Weather News :  ગુજરાતમાં ફરી એકવાર વરસાદી (Rain) માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે (Meteorological department) પાંચ દિવસ વરસાદ રહેવાની શક્યતા દર્શાવી છે. સાબરકાંઠા (Sabarkantha) અને બનાસકાંઠા (Banaskantha) તરફ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર થન્ડરસ્ટોમ એક્ટિવિટી સાથે વરસાદ રહી શકે છે. તેમજ આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં થોડો વિલંબ થઈ શકે છે.

આ પણ વાંચો- Breaking News : અમદાવાદનો ઈદગાહ બ્રિજ 15 દિવસ લોકો માટે કરાયો બંધ, રેલવે વિભાગના અધિકારીઓ દ્વારા આ કારણસર લેવાયો નિર્ણય

હવામાન વિભાગે આગાહી કરી છે કે અમદાવાદમાં એક ડિગ્રી પારો ઊંચકાઈ શકે છે. તો ગુજરાતમાં ચોમાસું નિયત સમય કરતાં થોડું પાછું ઠેલાઈ શકે છે. આમ તો 1 જૂને કેરળમાં વરસાદ થાય તેના 15 દિવસમાં ગુજરાતમાં ચોમાસું સત્તાવાર એન્ટ્રી લે છે. જો કે, આ વખતે વરસાદી સિસ્ટમ પર વાવાઝોડું જોખમી સાબિત થાય તેવી સંભાવના છે. એટલે વરસાદી વાતાવરણ તો રહેશે, પરંતુ આ વાતાવરણ ચોમાસાનું નહીં હોય, તે વાવાઝોડાની અસર હશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વાવાઝોડું અરબ સાગરમાં આકાર લઈ રહ્યું છે, જે 6 જૂને સક્રિય થવાની સંભાવના છે, જો તે કેરળથી ગુજરાતના પશ્ચિમ ભાગના સમુદ્રી કાંઠા તરફ આવે, રાજ્યમાં 15 જૂનને બદલે 25 જૂન બાદ ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ શકે છે. વાવાઝોડુ ઓમાન તરફ ફંટાય તો પણ ચોમાસાની ગતિવિધી જૂનના છેલ્લા અઠવાડિયામાં જ શરૂ થશે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચોમાસું 1 જૂનના રોજ આગળ વધીને અરબી સમુદ્ર સુધી પહોંચી ચૂક્યું છે. માલદીવ અને કોમોરિન વિસ્તારો સુધી ચોમાસું પહોંચી ગયું છે. હવે ચોમાસા પર અરબી સમુદ્રમાં સર્જાવા જનારી સિસ્ટમનો પણ ખતરો પેદા થયો છે. આવતા અઠવાડિયામાં આ સિસ્ટમ સર્જાય તેવી શક્યતા છે.. અરબી સમુદ્રમાં 5 જૂનના રોજ સાયક્લૉનિક સર્ક્યુલેશન બનશે. જે બાદ આ સિસ્ટમ મજબૂત બનશે અને 7 જૂનના રોજ તે લૉ-પ્રેશર એરિયા બનશે.

જૂનના બીજા અઠવાડિયામાં અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાય તેવી શક્યતા છે. અરબી સમુદ્રમાં ત્રીજી કે ચોથી જૂનની આસપાસ લૉ પ્રેશર એરિયા બને તેવી શક્યતા દેખાઈ રહી છે. હાલ અરબી સમુદ્રનું તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસની આસપાસ છે જે વાવાઝોડું બનવા માટેનું અનુકૂળ છે. લૉ પ્રેશર એરિયા બન્યા બાદ જો સિસ્ટમ વધારે મજબૂત બનશે તો તે વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી શક્યતા છે.

અરબી સમુદ્રમાં બનતાં વાવાઝોડાંનો ખતરો ગુજરાત સહિત મહારાષ્ટ્ર પર પણ રહેલો હોય છે. સામાન્ય રીતે કેરળ કે માલદીવની આસપાસ બનતાં વાવાઝોડાં ઉત્તર તરફ આગળ વધે છે. બીજી તરફ અનેક વખત એવું પણ બન્યું છે કે અરબી સમુદ્રમાં વાવાઝોડું આગળ વધે છે અને ગુજરાત પર આવવાને બદલે તે ઓમાન તરફ જાય છે. જો વાવાઝોડું દરિયામાં જ વિખેરાઈ જાય તો પણ ગુજરાતમાં તેની અસર વર્તાય છે.. રાજ્ય પાસેથી પસાર થતાં વાવાઝોડા પણ સૌરાષ્ટ્ર અને બીજા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ લાવી શકે છે..

રાજ્યમાં એક સાથે બે-બે વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે.. અરબી સમુદ્રમાં તો વાવાઝોડું સક્રિય થવાનું છે, પરંતુ બંગાળની ખાડીમાં પણ વધુ એક વાવાઝોડું સક્રિય થવાનું અનુમાન છે. બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં કોઈપણ સિસ્ટમ સક્રિય થાય તો તેની ગુજરાતના વાતાવરણ ઉપર અસર જોવા મળતી હોય છે.

 હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 9:08 am, Fri, 2 June 23

Next Article