Breaking News : ગુજરાતમાં કરા સાથે વરસાદ પડવાની આગાહી, અમદાવાદમાં ગાજવીજ સાથે પડશે કમોસમી વરસાદ

|

Mar 17, 2023 | 2:41 PM

રાજ્યમાં બરફના કરા સાથેના વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયકલોનીક સર્ક્યુલેશનને લીધે કમોસમી વરસાદ રહેશે.

Breaking News : ગુજરાતમાં કરા સાથે વરસાદ પડવાની આગાહી, અમદાવાદમાં ગાજવીજ સાથે પડશે કમોસમી વરસાદ

Follow us on

ગુજરાતમાં ઉનાળાની શરુઆત થઇ ગઇ છે. તેમ છતા રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. રાજ્યમાં બે દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં બરફના કરા સાથેના વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયકલોનીક સર્ક્યુલેશનને લીધે કમોસમી વરસાદ રહેશે. બનાસકાંઠા, પાટણ ,બોટાદ ,અમરેલી અમદાવાદ અને ગાંધીનગરમાં માવઠું પડી શકે છે.

ગુજરાતમાં કરા સાથે કમોસમી વરસાદ પડવાની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. સાથે જ સાયકલોનીક સર્ક્યુલેશનને લીધે કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પણ વરસી રહ્યો છે. ત્યારે હજુ પણ ગુજરાતમાં કરા સાથે કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે.

આવતીકાલ સાંજ પછી તાપમાનમાં થશે વધારો

આવતીકાલ સાંજથી માવઠાનું જોર ઘટવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો આવતીકાલ સાંજ પછી તાપમાનનો પારો 2 દિવસ સુધી વધશે. ત્યારબાદ ફરી તાપમાનમાં ઘટાડો નોંધાશે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

હવામાન વિભાગની આગાહી અનુસાર અનેક વિસ્તારમાં વરસાદ

બીજી તરફ આગાહી અનુસાર કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે અમરેલી અને બોટાદના કેટલાક જિલ્લામાં વરસ્યો કમોસમી વરસાદ થયો હતો. બોટાદના ગઢડા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડયો પડ્યો હતો. લાઠીદડ, કારીયાણી, સાગાવાદ, પાટી, પડવદર, સમઢીયાળા, સીતાપર સહિતના ગામોમાં વરસાદ પડયો હતો.

ગીરગઢડાના જંગલ વિસ્તારના ધોકડવા, ચીખલ કુબા, નીતલી સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો હતો. આ તરફ બોટાદના રાણપુરના કિનારા અણીયાળી કસ્બાતી, કેરીયા ધારપીપળા સહિતના વિસ્તારમાં વરસાદ પડયો. અમરેલીના ધારીના ગીર પંથકના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો. બજારોમાં ભર ઉનાળે નદીની માફક પાણી વહેવા લાગ્યા હતા. માવઠાના પગલે કેસર કેરી, ઘઉં, તલ, બાજરા સહિતના પાકોને ભારે નુકસાન થયું હતું.

Published On - 2:01 pm, Fri, 17 March 23

Next Article