રાહુલ ગાંધીને ખૂબ જ મોટો ઝટકો મળ્યો છે. માનહાની કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા થયા બાદ હવે રાહુલ ગાંધીનું સાંસદ તરીકેનું સભ્ય પદ રદ થયુ છે. 2019ના મોદી સરનેમ કેસમાં ગુરુવારે સુરત સેશન્સ કોર્ટે તેને દોષિત ઠેરવ્યો હતો. જે પછી હવે રાહુલ ગાંધીએ તેમનું લોકસભાનું સંસદ પદ ગુમાવ્યુ છે. કોર્ટના નિર્ણય પર જલ્દી સ્ટે નહીં મુકાતા તેમનું સભ્ય પદ રદ થયુ છે. ત્યારે હવે સજા પર પ્રતિબંધ મુકવાની માગ સાથે રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટમાં જઇ શકે છે. તેઓ દોષ સિદ્ધિ પર રોક લગાવવાની માગ સાથે પણ સુપ્રીમમાં જઇ શકે છે.
Rahul Gandhi – Congress MP from Wayanad, Kerala – disqualified as a Member of Lok Sabha following his conviction in the criminal defamation case over his ‘Modi surname’ remark. pic.twitter.com/SQ1xzRZAot
— ANI (@ANI) March 24, 2023
તો રાહુલ ગાંધીનું સાંસદ તરીકેનું સભ્ય પદ રદ થતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાંજે 5 કલાકે દિલ્હીમાં બેઠક બોલાવી છે. આ બેઠકમાં કોંગ્રેસના સિનિયર નેતાઓ હાજર રહેશે.
Rahul Gandhi disqualified as Lok Sabha MP | #TV9GujaratiNews #Rahulgandhi pic.twitter.com/EdGKxLyAWj
— Tv9 Gujarati (@tv9gujarati) March 24, 2023
બીજી તરફ રાહુલ ગાંધીનું લોકસભામાં સાંસદ તરીકેનું સભ્ય પદ રદ થતા કોંગ્રેસમાં રોષ જોવા મળી રહ્યો છે. એક પછી એક કોંગ્રેસ નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નિવેદન આપ્યુ છે કે, તેઓએ (ભાજપ) રાહુલ ગાંધીને અયોગ્ય ઠેરવવાના તમામ પ્રયાસો કર્યા. જે સત્ય બોલે છે તેમને તેઓ રાખવા નથી માંગતા, પરંતુ અમે સત્ય બોલતા રહીશું. અમે જેપીસીની માંગણી કરવાનું ચાલુ રાખીશું, જો જરૂર પડશે તો લોકશાહી બચાવવા અમે જેલમાં જઈશું.
They (BJP) tried all ways to disqualify him. They don’t want to keep those who are speaking the truth but we will continue to speak the truth. We’ll continue to demand JPC, If needed we’ll go to jail to save democracy: Cong president on Rahul Gandhi’s disqualification as MP pic.twitter.com/aONDLzJWG1
— Tv9 Gujarati (@tv9gujarati) March 24, 2023
Rahul Gandhi disqualified as Lok Sabha MP | #TV9GujaratiNews #Rahulgandhi pic.twitter.com/EdGKxLyAWj
— Tv9 Gujarati (@tv9gujarati) March 24, 2023
રાહુલ ગાંધી હવેથી લોકસભામાં બેસી નહીં શકે. રાહુલ ગાંધી કેરળના વાયનાડથી સાંસદ છે. જો કે હવે તેમનું સાંસદ તરીકેનું સભ્ય પદ રદ થયુ છે. જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ 8(3) મુજબ, જો કોઈ નેતાને બે વર્ષ કે તેથી વધુની સજા થાય છે, તો તેને દોષિત ઠેરવ્યાની તારીખથી વધુ છ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ છે. જોગવાઈ છે કે જો કોઈ ધારાસભ્ય કે સાંસદ હોય તો તે દોષિત ઠરે તો તેને ગેરલાયક ઠેરવવામાં આવે છે, તેણે પોતાના ધારાસભ્ય કે સાંસદ પદ છોડવું પડે.
માનહાની કેસમાં લોકસભાના સાંસદ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) દોષિત જાહેર થયા છે. ત્યારબાદ હવે તેમનું લોકસભાનું સભ્યપદ રદ થયુ છે. ગઇકાલે IPCની કલમ હેઠળ મુજબ રાહુલ ગાંધી દોષિત જાહેર થયા હતા. ગઇકાલે સુરત સેશન્સ કોર્ટ દ્વારા તેમને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. 2019 માં લોકસભા ચૂંટણી દરમિયાન એક વિવાદિત નિવેદન આપવાના મામલે સુરતમાં માનહાનિનો કેસ નોંધાયો હતો. ત્યાં બીજી તરફ રાહુલ ગાંધીના જામીન મંજૂર થઇ ગયા હતા. બોન્ડ પર રાહુલ ગાંધીને જામીન મળ્યા હતા. રાહુલ ગાંધીને અપીલ કરવા માટે 1 મહિનાનો સમય આપવામાં આવ્યો છે.
જો મામલા અંગે વિગતે વાત કરીએ તો કર્ણાટક ખાતે લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરી હતી. જેને લઈને સુરતી મોઢવણિક સમાજના પ્રમુખ તથા સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો હતો.
Published On - 2:16 pm, Fri, 24 March 23