Breaking News : ડમીકાંડના તોડકાંડમાં લેવાયેલા 38 લાખ રૂપિયા પોલીસે કર્યા જપ્ત, યુવરાજસિંહના સાળા કાનભાના મિત્રના ઘરેથી રિકવર કરાયા રુપિયા

|

Apr 24, 2023 | 1:01 PM

બે દિવસ પહેલા યુવરાજસિંહના સાળા કાનભા ગોહિલની ધરપકડ કરવામાં આવી હતી. જે પછી હવે કાનભા ગોહિલના મિત્રના ઘરમાંથી તોડકાંડમાં લેવાયેલા 38 લાખ રૂપિયા જપ્ત થયા છે.

Breaking News : ડમીકાંડના તોડકાંડમાં લેવાયેલા 38 લાખ રૂપિયા પોલીસે કર્યા જપ્ત, યુવરાજસિંહના સાળા કાનભાના મિત્રના ઘરેથી રિકવર કરાયા રુપિયા

Follow us on

ભાવનગરના ડમીકાંડને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. તોડકાંડમાં લેવાયેલા 38 લાખ રૂપિયા પોલીસે જપ્ત કર્યા છે. કાનભાના મિત્રના ઘરેથી 38 લાખ રૂપિયા રિકવર કરાયા છે. બે દિવસ પહેલા યુવરાજસિંહના સાળા કાનભા ગોહિલની ધરપકડ કરવામાં આવી હતી. જે પછી હવે કાનભા ગોહિલના મિત્રના ઘરમાંથી તોડકાંડમાં લેવાયેલા 38 લાખ રૂપિયા જપ્ત થયા છે.

બે દિવસ પહેલા યુવરાજસિંહના સાળાની થઇ હતી ધરપકડ

ગઇકાલે ભાવનગરના ડમી કૌભાંડના તોડકાંડમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ઘનશ્યામ લાઘવા અને બિપિન ત્રિવેદીની ધરપકડ કરાઇ હતી. તોડકાંડમાં આ બંન્નેના યુવરાજસિંહ સાથે ફરિયાદમાં નામ છે. યુવરાજસિંહ સહિત કુલ 6 લોકો વિરૂદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ પહેલા યુવરાજસિંહ તેમના સાળા કાનભા ગોહિલની ધરપકડ કરવામાં આવી હતી. હવે ઘનશ્યામ લાઘવા અને બિપિન ત્રિવેદીની પણ ધરપકડ કરવામાં આવી છે. એટલે કુલ 4 આરોપીની ધરપકડ થઇ છે.

આ છ લોકો સામે નોંધાયો છે ગુનો

ડમી કાંડમાં યુવરાજસિંહ પર 1 કરોડ રૂપિયા લેવાનો ગંભીર આરોપ મુકવામાં આવ્યો છે. જેને લઇને યુવરાજસિંહ સહિત કુલ 6 લોકો વિરૂદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તમામ વિરૂદ્ધ ખંડણી ઉઘરાવવી તેમજ ગુનાહિત કાવતરું રચવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. યુવરાજસિંહ ઉપરાંત શિવુભા, યુવરાજસિંહના સાળા કાનભા, ઘનશ્યામ લાંઘવા, બિપિન ત્રિવેદી અને રાજુ નામના વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરાઇ છે. ભાવનગરના રેન્જ આઇજી ગૌતમ પરમારે ડમી કૌભાંડમાં યુવરાજ તેમજ તેના સગાં-સંબંધીઓ અને સાથીદારોની સંડોવણી અંગે ખુલાસો કર્યો.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

યુવરાજસિંહે પ્રકાશ દવેનું નામ ડમી તરીકે જાહેર ન કરવા બદલ કુલ 70 લાખની માગણી કરી હતી. જે બાદ 45 લાખ રૂપિયામાં ડીલ ફાઇનલ થઇ. આ માટે યુવરાજના સાળા શિવુભાની ઓફિસે પ્રકાશ સાથે બેઠક કરવામાં આવી, જેમાં યુવરાજસિંહના સાળા સહિત અન્ય કેટલાક લોકો પણ ઉપસ્થિત હતા. ડીલ મુજબ પ્રકાશ દવેએ ઘનશ્યામ લાંઘવાને 45 લાખ રૂપિયા આપ્યા હતા. ઘનશ્યામ લાંઘવાએ યુવરાજસિંહ વતી આ રૂપિયા લીધા હોવાની માહિતી છે.

યુવરાજસિંહના સાત દિવસના રિમાન્ડ મંજૂર

ડમી કૌભાંડમાં યુવરાજ સિંહના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે પોલીસે કોર્ટ પાસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી , જોકે યુવરાજ સિંહના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. યુવરાજ સિંહ 29 એપ્રિલ સાંજે 5 કલાક સુધી રિમાન્ડ પર રહેશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

  

Published On - 11:43 am, Mon, 24 April 23

Next Article