AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: બનાસકાંઠામાં PM મોદીના વિપક્ષ પર શાબ્દિક પ્રહાર, કહ્યું- ‘કેટલાક લોકોને દેશનો વિકાસ પસંદ નથી’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. પ્રવાસના પ્રથમ દિવસે બનાસકાંઠામાં તેમણે અનેક વિકાસલક્ષી યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાને માતાઓ, બાળકો, ખેડૂતો અને પશુપાલકોના સશક્તિકરણ સાથે જોડાયેલા વિવિધ પ્રોજેક્ટ્સની ભેટ આપી હતી.

Breaking News: બનાસકાંઠામાં PM મોદીના વિપક્ષ પર શાબ્દિક પ્રહાર, કહ્યું- 'કેટલાક લોકોને દેશનો વિકાસ પસંદ નથી'
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2026 | 1:09 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. પ્રવાસના પ્રથમ દિવસે બનાસકાંઠાના ભીલડી ખાતે તેમણે ₹14 હજાર કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું હતું. આ દરમિયાન માતાઓ, બાળકો, ખેડૂતો અને પશુપાલકોના સશક્તિકરણ સાથે જોડાયેલા અનેક પ્રોજેક્ટ્સની ભેટ આપી હતી. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો પણ જાહેર કર્યો હતો.

વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર શાબ્દિક પ્રહારો કર્યા

ભીલડી ખાતે જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, કેટલાક લોકોને દેશમાં વિકાસ થતો ગમતો નથી. કેટલાક લોકોનો દેશમાં અરાજકતા ફેલાવવાનો પ્લાન હતો. વિપક્ષના નેતાઓ અલગ-અલગ મુદ્દાઓ પર અફવા ફેલાવે છે અને મોદી સરકારને બદનામ કરવાનો પ્રયાસ કરે છે. દેશમાં જ્યારે કોઈ સંકટ આવે છે ત્યારે કેટલાક લોકોને ખુશી મળે છે. દેશના હિત કરતાં રાજકીય સ્વાર્થને પ્રાધાન્ય આપતા લોકો વિકાસના કામોમાં પણ અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરે છે તેવો આક્ષેપ વડાપ્રધાને કર્યો હતો.

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસરનો ઉલ્લેખ કર્યો

વડાપ્રધાન મોદીએ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર અને તેના કારણે વૈશ્વિક સ્તરે ઊભી થયેલી મુશ્કેલીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, દુનિયામાં યુદ્ધની સ્થિતિને કારણે ખાતરની કિંમતો વધી હોવા છતાં ભારતના ખેડૂતો પર મોંઘા ખાતરનો બોજ પડવા દીધો નથી. યુદ્ધની સ્થિતિ વચ્ચે પણ દેશમાં ખાતરની અછત ઊભી થવા દીધી નથી. ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે તે માટે સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.

કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર કર્યો

આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર કર્યો હતો. આ અંતર્ગત દેશના કરોડો ખેડૂતોના ખાતામાં સીધી સહાય જમા કરવામાં આવી છે. વડાપ્રધાને વિકાસકાર્યો, ખેડૂત કલ્યાણ અને પશુપાલન ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની સરકારની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો- Toran Vastu Rule: મુખ્ય દ્વાર લગાવવાનું તોરણ કેવુ હોવું જોઇએ? જાણો વાસ્તુના નિયમ

Follow Us
ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશ પ્રવાસના ખર્ચ મુદ્દે નવો વિવાદ, જુઓ Video
ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશ પ્રવાસના ખર્ચ મુદ્દે નવો વિવાદ, જુઓ Video
સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓને મળી મોટી ભેટ મળશે
સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓને મળી મોટી ભેટ મળશે
ભૂતાનમાં ગ્લેશિયર લેક ફાટતા આસામ અને પશ્ચિમ બંગાળમાં પૂરનો ખતરો
ભૂતાનમાં ગ્લેશિયર લેક ફાટતા આસામ અને પશ્ચિમ બંગાળમાં પૂરનો ખતરો
બનાસકાંઠામાં PM મોદીના આગમનને લઈને દિવાળી જેવો માહોલ
બનાસકાંઠામાં PM મોદીના આગમનને લઈને દિવાળી જેવો માહોલ
આજનું રાશિફળ: અણધાર્યો ધનલાભ અને અટકેલા સરકારી કામો થશે પૂર્ણ
આજનું રાશિફળ: અણધાર્યો ધનલાભ અને અટકેલા સરકારી કામો થશે પૂર્ણ
હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી શરૂ, ખેડૂતોને મળ્યા સારા ભાવ
હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી શરૂ, ખેડૂતોને મળ્યા સારા ભાવ
બનાસકાંઠા: ભીલડીમાં 324.77 કરોડ ના ખર્ચે તૈયાર થયુ પશુ સંવર્ધન કેન્દ્ર
બનાસકાંઠા: ભીલડીમાં 324.77 કરોડ ના ખર્ચે તૈયાર થયુ પશુ સંવર્ધન કેન્દ્ર
સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે
સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે
ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની કરાશે ભરતી
ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની કરાશે ભરતી
વાવ-થરાદમાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ, પશુપાલકોને કિલોદીઠ રૂ. 2માં મળશે
વાવ-થરાદમાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ, પશુપાલકોને કિલોદીઠ રૂ. 2માં મળશે
g clip-path="url(#clip0_868_265)">