Breaking News : પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશન દ્વારા “નો પરચેઝ ડે”નું એલાન પાછું ખેંચાયું, ગાંધીનગર ખાતે મળેલી મિટીંગ બાદ લેવાયો નિર્ણય

ગાંધીનગર ખાતે થયેલી મિટીંગમાં સંતોષકારક જવાબ મળતાં "નો પરચેઝ ડે"નું એલાન પરત ખેંચાયું છે. આ અંગે પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશન દ્વારા જાહેર જનતા જોગ જાહેરાત કરાઈ છે. પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનને 15 સપ્ટેમ્બરે ‘નો પર્ચેસ ડે’ જાહેર કર્યો હતો. પરંતુ હવે આ નિર્ણય પરત ખેંચાયો છે.

Breaking News : પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશન દ્વારા નો પરચેઝ ડેનું એલાન પાછું ખેંચાયું, ગાંધીનગર ખાતે મળેલી મિટીંગ બાદ લેવાયો નિર્ણય
petrol pump
| Edited By: | Updated on: Sep 14, 2023 | 7:39 PM

પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનને 15 સપ્ટેમ્બરે ‘નો પર્ચેસ ડે’ જાહેર કર્યો હતો. પેટ્રોલ પંપ (Petrol Pump) સંચાલકોનું કમિશન છેલ્લા 6 વર્ષથી વધ્યું ન હોવાથી પેટ્રોલિયમ મંત્રાલય અને ઓઇલ કંપનીથી નારાજ પેટ્રોલપંપ સંચાલકોએ 15 સપ્ટેમ્બરે પેટ્રોલ-ડીઝલ ન ખરીદી સાંકેતિક વિરોધ કરવાનો નિર્ણય કર્યો હતો. જે અંગે ગાંધીનગર ખાતે થયેલી મિટીંગમાં સંતોષકારક જવાબ મળતાં “નો પરચેઝ ડે”નું એલાન પરત ખેંચાયું છે. આ અંગે પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશન દ્વારા જાહેર જનતા જોગ જાહેરાત કરાઈ છે.

આ પણ વાંચો Gujarati Video: ગુજરાતના પેટ્રોલ પંપ સંચાલકો 15 સપ્ટેમ્બરે નહીં ખરીદે પેટ્રોલ અને ડીઝલ, જાણો કેમ ?

પંપ સંચાલકોની માગ હતી કે પેટ્રોલિયમ મંત્રાલયની લેખિત બાંહેધરી મુજબ કમિશનમાં વધારો કરવામાં આવે. 6 વર્ષથી કમિશનમાં કોઈ જ વધારો કરાયો ન હોતો. ભારત પેટ્રોલિયમ, ઈન્ડિયન ઓઈલ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કંપનીઓ સામે પેટ્રોલ પમ્પ સંચાલકોમાં રોષ ફેલાયો હતો. જોકે, ગાંધીનગર ખાતે પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનની મળેલી બેઠક બાદ સુખદ સમાધાન થયું છે અને આંદોલન પરત ખેંચ્યું છે.

હાલ પંપ સંચાલકોને પેટ્રોલ પર 3.10 પૈસા અને ડીઝલ પર 2.3 પૈસા કમિશન મળે છે. આ કમિશનનો ભાવ 1 ઓગસ્ટ 2017એ અપાયો હતો. પેટ્રોલિયમ મંત્રાલયે વર્ષ 2016માં લેખિત બાંહેધરી આપી હતી, કે દર 6 મહિને જાન્યુઆરી અને જૂનમાં કમિશનમાં વધારો અપાશે, પરંતુ તેનો કોઇ અમલ ઓઇલ કંપનીઓ દ્વારા કરાયો નથી.

ઓઇલ કંપનીઓ દ્વારા કમિશન વધારો ન કરાતા આખરે પંપ સંચાલકોએ 15મી સપ્ટેમ્બરે ‘નો પર્ચેસ ડે’ જાહેર કર્યો હતો અને કમિશનમાં વધારો કરવાની માગ કરી હતી. આ અંગે આજે ગાંધીનગર ખાતે પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનની બેઠક મળી હતી. જે બાદ “નો પરચેઝ ડે”નું એલાન પરત ખેંચવામાં આવ્યું છે.

 

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:12 pm, Thu, 14 September 23