Breaking News : પંચમહાલના ઘોઘંબામાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજ, 20 થી વધુ કામદારો ઈજાગ્રસ્ત, જુઓ Video

ગુજરાતમાં ફરી એક વાર ગેસ લીકેજની ઘટના સામે આવી છે. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર ગામે આવેલી ગુજરાત ફ્લોરોકેમિકલ નામની કેમિકલ ફેક્ટરીમાં ગેસ લિકેજની ઘટના બપોરે સર્જાઈ હતી. જેમાં 20 કામદારો ઈજાગ્રસ્ત થયા છે.

Breaking News : પંચમહાલના ઘોઘંબામાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજ, 20 થી વધુ કામદારો ઈજાગ્રસ્ત, જુઓ Video
Panchmahal
| Edited By: | Updated on: Sep 10, 2025 | 2:40 PM

ગુજરાતમાં ફરી એક વાર ગેસ લીકેજની ઘટના સામે આવી છે. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર ગામે આવેલી ગુજરાત ફ્લોરોકેમિકલ નામની કેમિકલ ફેક્ટરીમાં ગેસ લિકેજની ઘટના સર્જાઈ હતી. આ અણધારી ઘટનાને પગલે ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ફેક્ટરીના સત્તાવાળાઓ અને સ્થાનિક તંત્ર ઝડપથી કાર્યવાહી કરીને ફેક્ટરીમાંથી તમામ કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી હતી. ગેસ લિકેજના કારણે ફેક્ટરીમાં પ્રવેશ કરવો ખૂબ જ જોખમી બની ગયો હતો.

20 થી વધુ કામદારો ઈજાગ્રસ્ત

આ ઘટનાની જાણ થતાં જ રાજગઢ પોલીસ, ફાયર બ્રિગેડ અને અન્ય ઈમરજન્સી સેવાઓની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. તબીબી ટીમો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી જેથી કરીને કોઈ પણ પ્રકારની ઈમરજન્સી સામે સજ્જ રહી શકાય. આ ઘટનામાં 20 કામદારો ઈજાગ્રસ્ત થયા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર અને ઉબકા જેવી તકલીફો થઈ હતી. તેમને તાત્કાલિક નજીકના રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હાલમાં તેમની સારવાર હેઠળ છે.

 

હાલમાં ગેસ લિકેજના ચોક્કસ કારણો હજુ સુધી જાણી શકાયા નથી. પોલીસ અને ફેક્ટરીના સત્તાવાળાઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. તપાસ પૂર્ણ થયા બાદ જ ગેસ લિકેજના કારણો અને આ ઘટનામાં કોઈ ગંભીર બેદરકારી હતી કે કેમ તેની માહિતી મળી શકશે. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો છે અને આવી ઘટનાઓને રોકવા માટે ઉદ્યોગોમાં સુરક્ષાના પગલાંને વધુ કડક બનાવવાની માંગ ઉઠી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો